<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ભરૂચમાં નેત્રંગના ધાણીખૂંટ ગામે રમપમ ધોધ ખાતે યુવકનું ડૂબી જવાથી મોત

અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો 20 વર્ષીય અબ્દુલ વાહિમ શાહ મોતને ભેટ્યો

ભરૂચમાં નેત્રંગના ધાણીખૂંટ ગામે રમપમ ધોધ ખાતે યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો 20 વર્ષીય અબ્દુલ વાહિમ શાહ મોતને ભેટ્યો છે. મિત્રો સાથે ફરવા આવેલા યુવકનો પથ્થર પરથી પગ લપસતાં અકસ્માત થયો હતો. ઊંડા પાણીના ખાડામાં પડી જતા ગંભીર ઇજા પહોંચી હતી  રમપમ ધોધ ખાતે વારંવાર બનતી દુર્ઘટનાઓથી સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.

 

(10:39 PM IST)