તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 19th June 2026
દાહોદમાં કઠલાલ બાયપાસ પાસે બાઈક સ્લીપ થતાં યુવકને ઇજા
આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવકોની મદદે આવ્યા

દાહોદ જિલ્લાના ઉચવાણીયા ગામના વતની એક યુવક બાઈક લઈને અમદાવાદ જઈ રહ્યા હતા, તે દરમિયાન વરસાદી માહોલ વચ્ચે કઠલાલ બાયપાસ પાસે તેમનું બાઈક અચાનક સ્લીપ થઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવકોની મદદે આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને તુરંત જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી ભોગ બનનારને સારવાર અર્થે કઠલાલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, તેમજ તેમના પરિવારજનોને પણ અકસ્માત અંગે માહિતગાર કર્યા હતા. આ ઘટના બાદ પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડે ચોમાસાની ઋતુમાં તમામ બાઈક ચાલકોને સાવચેતીપૂર્વક અને ધીમે વાહન ચલાવવા માટે ખાસ અપીલ કરી છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
