તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
વડોદરાના દાંડિયા બજારમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા: કારમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળતા સનસનાટી
રામ વે પ્લાઝાની ગલીમાંથી કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા બાબુસીંઘ લાલસિંઘ ચૌહાણની લોહીલુહાણ લાશ મળી : એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી રામ વે પ્લાઝાની ગલીમાંથી કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા બાબુસીંઘ લાલસિંઘ ચૌહાણની લોહીલુહાણ લાશ એક કારમાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે. અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને કરવામાં આવેલી આ કરપીણ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાવપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, સાથે જ એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે. ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
