તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
સમાજના યુવાનો રાજકારણનો મોહ છોડીને શિક્ષણ પર ધ્યાન આપે: ધાનેરામાં રબારી સમાજના સ્નેહ મિલનમાં ધારાસભ્ય માવજી દેસાઈની સલાહ
તેમણે સમાજના આર્થિક વિકાસ, વ્યસન મુક્તિ અને શિક્ષણ, સંસ્કાર, વેપાર-ધંધા પર ભાર મૂક્યો:કાર્યક્રમમાં રબારી સમાજના આર્થિક વિકાસ, વ્યસન મુક્તિ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે નવા વર્ષ નિમિત્તે રબારી સમાજ પ્રગતિ મંડળના નેજા હેઠળ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ સમાજના યુવાનોને રાજકારણનો મોહ છોડીને શિક્ષણ પર ધ્યાન આપવાની સલાહ આપી છે.
હકીકતમાં ધાનેરામાં રબારી સમાજનું ભવ્ય શિક્ષણ સંકુલ બન્યા બાદ આજે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની આગેવાનીમાં યોજાયેલા સ્નેહ મિલનમાં આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રબારી સમાજના આર્થિક વિકાસ, વ્યસન મુક્તિ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે પોતાના સંબોધનમાં માવજી દેસાઈએ જણાવ્યું કે, સહકારી મંડળીઓ બનાવવા માટે એક-એક ગામમાં બે-બે જણાઓએ હરિફાઈ કરીને 5-25 લાખ રૂપિયા ખર્ચ્યા. જો આટલું જ રોકાણ તેમણે પોતાના સંતાનોના શિક્ષણ પાછળ કર્યું હોત, તો આજે તેઓ કરોડપતિ બની ગયા હોત. જો તે આટલા રૂપિયા ખર્ચીને તમને માત્ર વોટ આપવાના અધિકાર સિવાય બીજુ કંઈ વિશેષ નથી મળ્યું.
વધુમાં ધારાસભ્યએ વિનંતી કરતાં જણાવ્યું કે, આપણે રાજકારણનો વધુ પડતો મોહ રાખ્યા વિના માત્ર અને માત્ર શિક્ષણ, સંસ્કાર, વેપાર-ધંધા અને આપણા બંધારણ પર જ વધારે ધ્યાન આપવું જોઈએ. જેથી આ રબારી સમાજ આવનારા સમયમાં અન્ય સમાજની હરોળમાં ખૂબ આગળ વધી શકે. શિક્ષણની સાથે-સાથે આપણે અનેક કામ કરી શકીએ છીએ.
આપણાં બંધારણ મુજબ વ્યસન નાબુદી થઈ જ છે. આમ છતાં જો હજુ પણ કોઈને વ્યસન હોય, તો તેને સંપૂર્ણ તિલાંજલિ આપો. આટલું જ નહીં, જે લોકો સક્ષણ થયા છે અને વેપાર-ધંધા રોજગારની અંદર આગળ આવ્યા છે, તેવી વ્યક્તિ પણ સંકલ્પ લે કે, હું મારા સમાજનું ઋણ ચૂકવવા માટે 10 વ્યક્તિની મદદ કરીશ. પોતાનાથી જેવી મદદ થાય ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને કંઈ મદદ ના થાય, તો કંઈક સારી વાત કરશો તો પણ સમાજનું ઋણ ઉતરશે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
