તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
યુવા શક્તિ સંગમ નર્મદા જિલ્લા આદર્શ ગ્રામ વિકાસ સમિતિનો કાર્યક્રમ
આંબેડકર ભવન રાજપીપલા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: યુવા શક્તિ સંગમ નર્મદા જિલ્લા આદર્શ ગ્રામ વિકાસ સમિતિ નો કાર્યક્રમ આંબેડકર ભવન રાજપીપલા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં સાંસદ મનસુખભાઇ વસાવા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047મા ભારત દેશને વિકસિત ભારત બનાવવા ના સંકલ્પ ને સાકાર કરવા યુવાનો ને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે યુવાનોમાં રહેલી રમતગમત ક્ષેત્રે રહેલી શક્તિઓને બહાર લાવી અનેક ક્ષેત્રોમાં આગળ વધો, સામાજિક જાગૃતિ અને યુવાનોને વ્યસનોથી દૂર રહેવા આહવાન કર્યું.
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખજી દ્વારા આજના ટેક્નોલોજીના યુગમાં ખેડૂતો યુવાનો મહિલાઓ ટેક્નોલોજીના માધ્યમથી આગળ વધવા સૂચન કર્યું.
શંકરભાઈ વસાવા એ યુવાનો દેશ ની તાકાત છે, વિકસિત ભારત બનાવવા દેશ ના દરેક યુવાને આગળ આવવા જણાવ્યું.
આ અવસરે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, નર્મદા જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ રાજુભાઈ વસાવા, રાજપીપલા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ બાળ આયોગના ચેરમેન ભારતીબેન તડવી, સામાજિક આગેવાન જયંતીભાઈ વસાવા, જિલ્લા સદસ્ય દીપકભાઈ પરમાર, તાલુકા સદસ્ય હરેશભાઈ વસાવા સહિત ના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તા અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
