તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
શખ્સના પેટમાં બની રહ્યો છે દારૂ : ઉત્પન્ન થાય છે આલ્કોહોલ
દુનિયા દંગ રહી ગઇ ! બેલ્જિયમનો એક વ્યકિત અત્યંત દુર્લભ રોગથી પીડિત છે

લંડન તા. ૨૪ : બેલ્જિયમમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોર્ટે નશામાં ડ્રાઇવિંગના આરોપમાંથી એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. શા માટે ખબર છે? કારણ કે વ્યક્તિએ આલ્કોહોલ પીધો ન હતો, પરંતુ તેનું શરીર પોતે જ આલ્કોહોલ ઉત્પન્ન કરે છે.
એક તબક્કે આ વાત સાંભળીને તમે પણ ચોકી ગયા હશો આવું કઇ રીતે બની શકે છે પરંતુ આ વાત સાચી છે.૪૦ વર્ષીય વ્યક્તિએ કોર્ટમાં સાબિત કર્યું કે તેને એક દુર્લભ બીમારી છે. તે ‘ઓટો બ્રેવરી સિન્ડ્રોમ' ના દર્દી છે. આ એક એવો રોગ છે જેમાં પેટની અંદર આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. આ આલ્કોહોલ લોહીમાં ભળી જાય છે જેના કારણે વ્યક્તિને નશો લાગે છે. આ સમાચારે બેલ્જિયમ મીડિયામાં હલચલ મચાવી દીધી છે. આ વ્યક્તિના વકીલએ કહ્યું કે અત્યાર સુધીમાં આખી દુનિયામાં માત્ર ૨૦ લોકોમાં આ રોગ જોવા મળ્યો છે. વકીલે તેના ક્લાયન્ટની ઓળખ જાહેર કરી ન હતી. તેણે કહ્યું કે પરીક્ષણો પછી, ત્રણ ડોકટરોએ પુરાવા આપ્યા કે તેનો ક્લાયંટ એબીએસથી પીડિત હતો.
બેલ્જિયમ પોલીસે એપ્રિલ ૨૦૨૨માં એક વ્યક્તિની કારને રોકી હતી. બ્રેથલાઈઝર ટેસ્ટમાં તે વ્યક્તિએ દારૂ પીધો હોવાનું એટલે કે આલ્કોહોલના પ્રભાવ હેઠળ હોવાનું દર્શાવ્યુ હતું. ૦.૯૧ મિલિગ્રામ આલ્કોહોલ મળી આવ્યો હતો. એક મહિના પછી પરીક્ષણમાં તેના શ્વાસમાં ૦.૭૧ મિલિગ્રામ આલ્કોહોલ જોવા મળ્યો. બેલ્જિયમમાં દારૂની કાનૂની મર્યાદા ૦.૨૨ મિલિગ્રામ છે. આ પહેલા ૨૦૧૯માં પણ આ વ્યક્તિ ઝડપાયો હતો. ત્યારબાદ દંડની સાથે તેનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે દારૂ પીધો નથી. કદાચ તેને પણ ખબર ન હતી કે તે આવા દુર્લભ રોગનો દર્દી છે. ૨૦૨૨માં જયારે તેની સામે કેસ શરૂ થયો ત્યારે મેડિકલ તપાસમાં આ વાત સામે આવી છે.
ઓટો-બ્રુઅરી સિન્ડ્રોમ અથવા એબીએસ એ ખૂબ જ દુર્લભ તબીબી સ્થીતી છે. આને કારણે, કાર્બોહાઇડ્રેટ્સનું આથો પીડિત વ્યક્તિના પેટમાં થાય છે, જે ઇથેનોલ ઉત્પન્ન કરે છે. આ ઇથેનોલ નાના આંતરડામાં શોષાય છે. જયારે લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધે છે ત્યારે નશો થાય છે. વકીલ ઘેસ્ક્વેરે જણાવ્યું કે તેનો ક્લાયંટ લો કાર્બોહાઇડ્રેટ ખોરાક લે છે જેથી પેટમાં ઓછું આલ્કોહોલ ઉત્પન્ન થાય. તેમની મુક્તિનો ઔપચારિક આદેશ હજુ સુધી જારી કરવામાં આવ્યો નથી. જો પોલીસ ઈચ્છે તો એક મહિનામાં નિર્ણય સામે અપીલ કરી શકે છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
