News of Monday, 6th May 2024
એકદમ ન્યૂડ થઈને મેદાનમાં રમવા લાગ્યાં ખેલાડીઓ

જર્મનીમાં રમતના વ્યાવસાયિકરણના વિરોધમાં ખેલાડીઓએ એકદમ ન્યૂડ થઈને મેચ રમ્યાં હતા. વિરોધના પ્રતિક તરીકે ખેલાડીઓ આ મેચ રમ્યાં હતા. પોર્ટોરિજિનાલ ઓલ સ્ટાર્સ નામની ટીમે ફૂટબોલ મેચમાં ભાગ લીધો હતો અને બધા ખેલાડીઓ એકદમ ન્યૂડ જોવા મળ્યાં હતા. જર્મનીના હર્ન શહેરમાં આ મેચ રમાઈ હતી જેમાં ખેલાડીઓએ બૂટ-મોજા સિવાય બીજું કશું પહેર્યું નહોતું. નવાઈની વાત તો એ છે મહિલા ખેલાડીઓ પણ હાજર હતી જોકે આ ઘટનાથી તેમને કોઈ ક્ષોભ અનુભવ્યો નહોતો અને તે પણ આરામથી ફૂટબોલ રમતી જોવા મળી હતી. ન્યૂડ઼ મેચના ફોટા વાયરલ થયાં છે જેમાં ખેલાડીઓ એકદમ નગ્નાવસ્થામા જોવા મળી રહ્યાં છે. ‘એક્સ' પરની પોસ્ટમાં મેચના સમાચાર અને ફોટા શેર કરવામાં આવ્યા હતા. જોકે, વિરોધ કરવાની આ રીત ખૂબ જ આશ્ચર્યજનક છે. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
