<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

અમેરિકામાં ગાયને વહાલ કરવા લોકો કલાકના ૬૦૦૦ રૂપિયા ચૂકવે છે

ન્‍યુયોર્ક,તા. ૬: આપણી જેમ અમેરિકામાં ભલે ગાયને માતાનો દરજ્જો અપાતો ન હોય, પરંતુ અહીં પણ ગૌપ્રેમીઓની સંખ્‍યા ઓછી નથી. ઇલિનોઇ સ્‍ટેટના મોની નામના ટાઉનમાં આવેલા એક ફાર્મમાં લોકો ગાયને વહાલ કરવા માટે પૈસા ચૂકવે છે. આ પ્રવૃત્તિ કાઉ-કડલિંગ નામે ઓળખાય છે. અહીં ગાયની સાથે એક કલાક ગાળવા માટેનો ચાર્જ કલાકના ૭૫ ડોલર (આશરે ૬૨૫૨ રૂપિયા) છે. આસપાસના લોકો પરિવાર સાથે અહીં આવે છે અને ગાયની પીઠ પર હાથ ફેરવી એને વહાલ કરે છે, તો ઘણા લોકો ગાય સાથે વાતો પણ કરે છે. લોકોનું માનવું છે કે ગાય સાથે થોડી ક્ષણો ગાળવી એ થેરપીનું કામ કરે છે, એનાથી મન શાંત થાય છે અને શરીરને નવી ઊર્જા મળે છે. જોકે અમેરિકાનાં કેટલાંક રાજયમાં બર્ડ-ફલુના કેસ વધી રહ્યા હોવાથી હાલમાં કાઉ-કડલિંગ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

(10:31 AM IST)