<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ચીનમાં નવું અભિયાનઃ ‘ડીલીટ અમેરિકા'

૨૦૨૭ સુધીમાં હટાવવામાં આવશે અમેરિકન સોફટવેરોઃ ચીન અને અમેરિકા વચ્‍ચે શરૂ થઇ પ્રતિબંધોની નવી હોડ

વોશીંગ્‍ટન,તા.૬: વર્ષોથી ચીન ઇન્‍ટરનેટક્ષેત્રમાં ‘ધ ગ્રેટ ફાયરવોલ' ઉભી કરવાની નીતિ પર કામ ચાલી રહ્યું છે. એઆઇના આ યુગના ડ્રેગન હવે પોતાની રણનીતિને નવા સ્‍તરે લઇ જઇ રહ્યું છે. હાલમાં લીક થયેલ એક ચીની દસ્‍તાવેજ ‘ડોક્‍યુમેન્‍ટ ૭૯' અનુસાર, શી જીનપીંગે બધી અમેરિકન ટેક કંપનીઓની જગ્‍યાએ ચીની વિકલ્‍પનો ઉપયોગ કરવાનો આદેશ આપ્‍યો છે. આના માટે ૨૦૨૭ સુધીનું લક્ષ્ય રખાયુ છે. આને ‘ડીલીટ અમેરિકા અભિયાન' નામ અપાયુ છે. તેના હેઠળ સેના, વ્‍યાપાર, ફાઇનાન્‍સ, બંદર વગેરે સંવેદનશીલ સેકટરોમાં માઇક્રોસોફટ, ઓરેકલ જેવી અમેરિકન કંપનીઓના બદલે ચીની કંપનીઓના સોફટવેરોના ઉપયોગ કરવાનો છે. એટલુ જ નહી હાર્ડવેરોમાં ચીન પહેલા જ તેને લાગુ કરી ચુકયુ છે. એ જ કારણ છે કે ચીનમાં આઇબીએમ સિસ્‍કો, અને ડેલ જેવી કંપનીઓની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે.

અમેરિકા પણ આ મોરચે જરાય પાછળ નથી. અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ આનુ એક વધારે ઉદાહરણ છે. અમેરિકાએ ખરેખર તો ચીની રાષ્‍ટ્રપતિ શી જીનપીંગની રૂલબુકનો એક નિયમ જ ચીની કંપની ટીકટોક પર લાગુ કરી દીધો છે. અમેરિકાએ ગત દિવસોમાં ચીની કંપની હેસાઇ ગ્રુપની લીડાર રિમોટ સેન્‍સીંગ ટેકનોલોજીને પ્રતિબંધિત કરી નાખી હતી.

(11:48 PM IST)