<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

૨૦૫૦ સુધીમાં ૨૧ કરોડ લોકો થશે વિસ્‍થાપિત

વર્લ્‍ડ માઇગ્રેશન રિપોર્ટ જળવાયુ પરિવર્તન અને હિંસા મુખ્‍ય કારણ

 

જીનીવાઃ જળવાયુ પરિવર્તન ના કારણે દુનિયાભરમાં જબરદસ્‍તી વિસ્‍થાપનમાં ભારે વધારો જોવા મળી રહયો છે. યુનોના વર્લ્‍ડ માઇગ્રેશન રિપોર્ટ ૨૦૨૪માં દાવો કરાયો છે કે આ પહેલા કયારેય આટલી મોટી સંખ્‍યામાં લોકોએ વિસ્‍થાપિત નહોતું થવું પડયું. આ સંખ્‍યા સતત વધી રહી છે અને ૨૦૫૦ સુધીમાં છ ખંડોના ૨૧.૬૦ કરોડ લોકો પોતાના દેશમાં જળવાયું પરિવર્તનના કારણે ઉદભવેલા દબાણના કારણે વિસ્‍થાપિત થઇ જશે. રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૨૨ સુધીમાં કુલ વિસ્‍થાપિતોની સંખ્‍યા ૬ કરોડ ૯૦ લાખ થઇ ગઇ હતી. જે ૨૦૨૧ ની સરખામણીમાં ૬૦ ટકા વધારે હતી. એટલે કે માત્ર ૨૦૨૨ માંજ લગભગ ૪ કરોડ ૧૪ લાખ લોકો વિસ્‍થાપિત થયા હતા. કુલ વિસ્‍થાપિતોમાંથી પણ લગભગ ૩ કરોડ ૨૬ લાખ લોકો કુદરતી આપતીઓના કારણે વિસ્‍થાપિત થયા હતા અને ૨ કરોડ ૮૩ લાખ લોકો યુધ્‍ધ અને હિંસાના કારણે  સોૈથી વધારે ૧ કરોડ ૬૦ લાખ લોકો યુક્રેનથી વિસ્‍થાપિત થયા જયારે કુદરતી આપતિના કારણે સોૈથી વધારે ૮૦ લાખ લોકો પાકીસ્‍તાનમાં વિસ્‍થાપિત થયા હતા.

(3:56 PM IST)