News of Friday, 10th May 2024
ગરમીમાં બેભાન થઇ જતા પછી ક્યારે પણ આ ભૂલ ન કરવી જોઈએ

નવી દિલ્હી: હાલ ગરમી ખૂબ જ વધી રહી છે. તેમજ મે મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેથી લૂના કારણે લોકોના આરોગ્ય પર પણ અસર થઈ રહી છે. ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા હીટસ્ટ્રોક એટલે કે લૂની હોય છે. ગરમ પવનો શરીરમાં ડીહાઈડ્રેટ કરી દે છે, જેથી શરીરમાં નબળાઈ અને બેચેની અનુભવાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ બેભાન થઈ જાય છે. આ વાતને ગંભીરતાથી લઈને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હીટ સ્ટ્રોકથી બચવા અને બેભાન થવાના કિસ્સામાં દર્દીની સંભાળ કેવી રીતે રાખવી તે માટે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં કહેવાયું છે કે, ગરમીના કારણે કોઈ બેભાન હોય ત્યારે તેમને પાણી પીવડાવવું ના જોઈએ અને ખોરાક પણ ના આપવો જોઈએ. તેનું કારણ એ છે કે, બેભાનાવસ્થામાં વ્યક્તિ પાણી કે ખોરાક ગળા નીચે ઉતારી શકતી નથી. ખાસ કરીને પાણી પેટમાં જવાના બદલે ફેફસાંમાં પહોંચી જાય છે, જેથી તેને ન્યુમોનિયા અને શ્વસન તંત્ર સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે.
આરોગ્ય મંત્રાલયે સૂચવ્યા આ ઉપાય
આરોગ્ય મંત્રાલયે તેના X એકાઉન્ટમાં આ અંગેની એક પોસ્ટ શેર કરી છે. લખ્યું છે કે..
ગરમીથી બચવા માટે શું શું કરવું જોઈએ?
- ગરમીમાં ફરતી વખતે પાણી પીતા રહો
- ઓ.આર. એસ. અને ઘરે બનાવેલા પીણાં પીવો
- ઉનાળામાં હળવા રંગના, ઢીલા કપડાં પહેરો અને માથું ઢાંકો
ગરમીથી બચવા શું ન કરવું?
- આકરી ગરમીના સમયે ભોજન ન બનાવવું
- વધુ ખાંડવાળા પીણાં પીવા નહીં જોઈએ
- વધુ પ્રોટીન ધરાવતો અને વાસી ખોરાક ટાળો
- આકરા તડકામાં શક્ય હોય તો બહાર ના જવું
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
