<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

બાળપણમાં ઓછી ઉંઘ સાઇકોસીસ થવાનું જોખમ કરી છે ?

નવી દિલ્‍હી તા.૧૪ : એક નવા અભયાસમાં સામે આવ્‍યું છે કે નાનપણમાં ઓછી ઉંઘના કારણે વયસ્‍ક થયા પછી સાઇકોીસીસ રોગનું જોખમ વધી જાય છે. સાઇકોસીસ એક એવો માનીસક રોગ છે. જેમાં વ્‍યકિત વાસ્‍તવિકતા સાથેનું જોડાણ ખોઇ દે છે અને અસલી નકલી ચીજોનો ફરક સમજવામાં મુશ્‍કેલી અનુભવે છેમ.

આવા લોકોને અજબ ગજબના ભ્રમ થવા લાગે છે એવી ચીજો દેખાવા કે સાંભળવા લાગે છે જે ખરેખર ત્‍યાં હોતી જ નથી. રીસર્ચરોનું માનીએ તો ઓછી ઉેંઘ લેનારા બાળકોમાં આ બીમારીનું જોખમ વધી જાય છે. બ્રિટનમાં બર્મીગહામ યુનિવર્સિટીના રીસર્ચરોનો આ અભ્‍યાસ ધ જર્નલ ઓફ અમેરિકન મેડીકલ એસોસીએશનમાં પ્રકાશિત થયો છે.

રિસર્ચરોએ ૬ મહિનાની ૭ વર્ષની વયના લગભગ ૧ર૪૦૦ બાળકોની સુવાની પેટર્નનો અભ્‍યાસ કર્યો હતો. તેમાં સામે આવ્‍યું કે જે બાળકોને ઓછી ઉંઘ આવતી હતી. તેમને મોટા થઇને સાઇકોસીસ થવાનો ખતરો ૪ ગણો વધારે જોવા મળ્‍યો. અભ્‍યાસના મુખ્‍ય લેખક ઇસાબેલ મોરાલેસે કહયું નાનપણમાં ઉંઘ પુરી ના થવીએ સીધી રીતે મોટા થયા પછી માનસિક બીમારીનું કારણ નથી બનતુ પણ તે એનું કારણ જરુર બને છે. નાનપણમાં ઉંઘની સમસ્‍યા હોવી સામાન્‍ય વાત છે. પણ જો તે સમસ્‍યા લાંબો સમય રહે તો તે ચિંતાનો વિષય છે. આ બાબતે ડોકટરની સલાહ લેવી જોઇએ.

(3:40 PM IST)