તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ભારતના હાથમાં ઈરાનનું મહત્વપૂર્ણ બંદર આવતા અમેરિકા ભડકી ઉઠ્યું

નવી દિલ્હી: ભારત અને ઈરાને ચાબહાર બંદરને લઈને સોમવારે દસ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેના થોડા જ કલાકો બાદ અમેરિકાએ ચેતવણી આપી કે કોઈ પણ તહેરાનની સાથે વ્યાપારિક કરાર કરવાનો વિચાર બનાવી રહ્યા છે તો તેને સંભવિત પ્રતિબંધના જોખમ વિશે જાણ હોવી જોઈએ. જોકે, અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે તેઓ ભારત સરકારને પોતાની વિદેશ નીતિના લક્ષ્યો પર બોલવા દેશે. પટેલે કહ્યું, હુ માત્ર એટલુ કહીશ... ઈરાન પર અમેરિકન પ્રતિબંધ લાગુ રહેશે અને અમે તેને ચાલુ રાખીશું. કોઈ પણ સંસ્થા જો ઈરાનની સાથે વેપાર કરાર પર વિચાર કરી રહી છે તો તેને આ જોખમ વિશે ખબર હોવી જોઈએ કે પ્રતિબંધ લાગી શકે છે. ચાબહાર બંદરના સંચાલન માટે ભારતના ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (આઈપીજીએલ) અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (પીએમઓ) ની વચ્ચે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા. તેનાથી દસ વર્ષોના સમયગાળા માટે ચાબહાર વિકાસ પ્રોજેક્ટમાં શાહિદ-બેહસ્તી બંદરનું સંચાલન થઈ શકશે. દસ વર્ષના સમયગાળામાં બંને પક્ષ ચાબહારમાં પોતાના સહયોગને આગળ વધારશે. આઈપીજીએલ બંદરને સજ્જ કરવા માટે લગભગ 120 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરશે. ભારતે ચાબહાર બંદરના વિકાસ માટે 250 મિલિયન ડોલરની ક્રેડિટ વિન્ડોની પણ ઓફર આપી છે. વર્તમાનમાં ચાબહાર બંદરને આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) ની સાથે એકીકૃત કરવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે, જેનાથી ઈરાન દ્વારા રશિયાની સાથે ભારતની કનેક્ટિવિટી સરળ થઈ જશે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
