<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ચીનમાં વ્‍યક્‍તિએ દાદીને શ્રદ્ધાંજલિ આપવા ૧૬૫૦ ફુટ લાંબી ‘સ્‍વર્ગની સીડી'બનાવી

બીજીંગ,તા. ૧૬: આપણે વડીલોના મોઢે ઘણી વાર ‘સ્‍વર્ગની સીડી'શબ્‍દો સાંભળીએ છીએ. ચીનના એક આર્ટિસ્‍ટે પોતાનાં દાદીને શ્રદ્ધાંજલિ આપવા માટે ફટાકડાથી ખરેખર આકાશને આંબતી સીડી બનાવી હતી. ચાઇનીઝ ફાયરવર્ક્‍સ આર્ટિસ્‍ટ કાઈ ગુઓ-કિઆંગે આ આર્ટ ઇન્‍સ્‍ટોલેશનનું પ્રદર્શન આમ તો ૧૦ વર્ષ પહેલાં કર્યું હતું, પણ એનો વિડિયો હવે વાઇરલ થયો છે. વિડિયો શેર કરનારે લખ્‍યું હતું કે ‘ચીનના આર્ટિસ્‍ટ અને પાયરોટેક્‍નિક એક્‍સપર્ટે આ સ્‍વર્ગની સીડી બનાવી છે. અદ્‌ભુત.' ૧૬૫૦ ફુટ લાંબી આ સ્‍કાયલેડરમાં કોપર વાયર અને ગન પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો અને એને ઊડતા હોટ એર બલૂનમાંથી સળગાવવામાં આવી હતી. કાઈ ગુઓ-કિઆંગે આ પહેલાં બે વખત સ્‍કાયલેડર બનાવવાનો પ્રયત્‍ન કર્યો હતો.

(6:22 PM IST)