News of Thursday, 16th May 2024
મને જન્મ આપતાં પહેલાં પરમિશન કેમ ન લીધી? મહિલાએ માતા-પિતા સામે કેસ કર્યો
ઇન્ટરનેટ-યુઝર્સ આ મહિલાના નિવેદનથી ચકિત થઈ ગયા

ન્યુજર્સી,તા.૧૬: યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુ જર્સીમાં એક મહિલાએ પોતાનાં માતા-પિતા સામે કેસ કર્યો હતો, કેમ કે તેમણે જન્મ આપતાં પહેલાં તેની પરમિશન નહોતી લીધી. ઇન્ટરનેટ-યુઝર્સ આ મહિલાના નિવેદનથી ચકિત થઈ ગયા છે. કાસ થીઆઝ નામની યુવતીએ દાવો કર્યો હતો કે મને આ દુનિયામાં ખરેખર આવવું હતું કે નહીં એ જાણવા માટે મારા પેરન્ટ્સે કોઈ પણ રીતે મારો સંપર્ક કરવાનો પ્રયાસ નહોતો કર્યો. મને ખબર નહોતી કે મારે મોટા થવું પડશે અને નોકરી કરવી પડશે અને એટલે જ મેં તેમની સામે કેસ કર્યો છે. મહિલાએ એવું પણ કહ્યું કે ‘મારાં પોતાનાં બાળકો છે, પણ એ દત્તક લીધેલાં છે. એ મારો વાંક નથી કે તેઓ આ દુનિયામાં છે.' હવે કાસ થીઆઝના ફોલોઅર્સ મૂંઝવણમાં છે કે આ મહિલા ખરેખર સાચું બોલે છે કે મજાક કરે છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
