<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ઈઝરાયેલને મોટી સૈન્ય સહાય કરતા 12 ગામ પર ભીષણ બોમ્બમારો કરવામાં આવ્યો હોવાના સમાચાર

નવી દિલ્હી: ઇઝરાયેલ પર હિઝબુલ્લાહ જે રીતે એક પછી એક હુમલા કરી રહ્યુ છે તે જોતાં માનવામાં આવી રહ્યુ છે કે ઇઝરાયેલ  ગાઝાપટ્ટી  પછી લેબનોનનો વારો કાઢશે તે નિશ્ચિત છે. હિઝબુલ્લાહના આતંકવાદીઓના જવાબમાં ઇઝરાયેલના કેટલાક સૈનિકો માર્યા ગયાહતા. તેના જવાબમાં ઇઝરાયેલે વળતી કાર્યવાહી કરતાં  લેબનોનના સરહદી વિસ્તારોના બારેક ગામ રીતસરના ખતમ કરી દીધા હતા. આ બતાવે છે કે ઇઝરાયેલ માટે પણ હમાસ પછી યુદ્ધ ખતમ થયું નથી, ઉપરથી વધુ એક મોરચો ખૂલ્યો છે.ઇઝરાયેલ સામે ખૂલેલા બંને મોરચાને ધ્યાનમાં રાખીને અમેરિકા ઇઝરાયેલના રફાહ પરના હુમલાના જોરદાર વિરોધ સામે તેને એક અબજ ડોલરની લશ્કરી મદદ કરવાનું છે. આ યુદ્ધમાં ઈઝરાયલને સહાય કરવા માટે બંને પક્ષો રીપબ્લિકન્સ તેમજ ડેમોક્રેટસ  દ્વારા પ્રમુખ જો બાઇડેન ઉપર દબાણ થઈ રહ્યું છે.તે પેકેજમાં ઈઝરાયલને પહેલી જ ખેપમાં ૩૫૦૦ બોંબ રવાના કરાયા હતા. જે આ મહિનાના પ્રારંભમાં જ મોકલાયા હતા. તે ઉપરાંત હવેની ખેપોમાં ડોલર ૭૦૦ મિલિયનનું ટેન્ક એમ્યુનેશન, ૫૦૦ મિલિયન ડોલર્સના ટેકિટકલ વ્હીકલ્સ તથા ૬૦ મિલિયન ડોલર્સના મોર્ટાર શેલ્સ રવાના કરાશે.

 

(6:23 PM IST)