News of Thursday, 16th May 2024
યુક્રેન રશિયા પર હુમલો કરવાની તૈયારીની વાતથી ઝેલેન્સકીએ વિદેશ યાત્રા મોકૂફ રાખી

નવી દિલ્હી: યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીએ તેઓની આગામી વિદેશ યાત્રા મોકુફ રાખી છે, તેમ તેઓના પ્રેસ સેક્રેટરીએ બુધવારે જણાવ્યું હતું.ખાર્કીવ વિસ્તારમાં અત્યારે વાઉયાન્સ્ક પાસે, રશિયન દળો અને યુક્રેની દળો વચ્ચે ખૂનખાર જંગ ચાલી રહ્યો છે. પ્રમુખ ઝેલેન્સ્કીએ સૂચના આપી છે કે, આગામી દિવસોની તેઓની તમામ આંતરરાષ્ટ્રીય મુલાકાતો રદ કરવામાં આવે. હવે પછી નવી તારીખો જાહેર કરાશે. તેમ ઝેલેન્સ્કીના પ્રેસ સેક્રેટરી સર્જી નીકીફોરોવે બુધવારે ફેસબુક પર જણાવ્યું હતું.મંગળવારથી જ, તે વિસ્તારમાં બંને દળો વચ્ચે જીવ-સટોસટની બાજી ખેલાઈ રહી છે. તાજેતરમાં ખાર્કીવ વિસ્તાર યુદ્ધનું નવું કેન્દ્ર બની રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે, તેનાં દળોએ ખાર્કીવ ફ્રન્ટલાઇન ઉપર યોગ્ય સ્થળોએ કબજો જમાવી દીધો છે. કેટલાએ ગામો જીતી લીધા છે. યુક્રેનનાં લશ્કરના કેટલાએ મથકોને નિશાન બનાવ્યા છે. તેની મલ્ટીપલ રોકેટ સિસ્ટીમ્સ અને એર ડીફેન્સ સિસ્ટીમ્સને નિશાન બનાવી છે. આ ઉપરાંત રશિયન આર્મીએ, અન્ય અનેક સ્થળોએ યુક્રેનના હુમલાને મારી હઠાવ્યા છે. રશિયન એર ડીફેન્સ સિસ્ટીમે કેટલાએ યુક્રેની ડ્રોન્સ અને તેના આર્મી મીસાઇલ્સ તથા એરિયલ બોંબને તોડી પાડયા છે. આ ઉપરાંત યુક્રેન આર્મ્ડ ફોર્સીસના ટેકટીકલ જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે, ફ્રન્ટ લાઇન ઉપર પરિસ્થિતિ કટોકટી ભરી બની રહી છે. પરંતુ યુક્રેની દળો, રશિયન દળોને મારી હઠાવે છે. તે પૈકી અનેકનો ખાત્મો પણ બોલાવી દીધો છે. આમ છતાં રશિયન દળો વાઉયાન્સક શહેરની શેરીઓમાં પહોંચી ગયા છે. તેમ પેટ્રોલ પોલીસ ચીફ ઓલેક્સ ખાર્કીવસ્કીએ ફેસબુક પર જણાવ્યું હતું.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
