News of Friday, 17th May 2024
મહિલા જેને ઓનલાઇન ડેટ કરતી હતી એ તેની બેસ્ટ ફ્રેન્ડનો જ પતિ નીકળ્યો

ન્યુયોર્ક,તા. ૧૭: એક મહિલાએ અજાણતાં પોતાની બેસ્ટ ફ્રેન્ડનું લગ્નજીવન ભાંગી નાખ્યું હતું. હની બ્રુક્સ નામની મોડલ જે વ્યક્તિને ઓનલાઇન ડેટ કરતી એ તેની બેસ્ટ ફ્રેન્ડનો પતિ નીકળ્યો. મોડલે ઇન્સ્ટાગ્રામ રીલમાં સમગ્ર ઘટના શેર કરતાં જણાવ્યું કે આ માણસે જુદા યુઝરનેમથી ૬ મહિના પહેલાં તેનું ઓન્લીફેન્સ અકાઉન્ટ સબસ્ક્રાઇબ કર્યું હતું. ઓન્લીફેન્સ એવું પ્લેટફોર્મ છે જયાં યુટ્યુબર્સ, ફિટનેસ ટ્રેઇનર્સ, મોડલ્સ, એડલ્ટ કન્ટેન્ટ ક્રીએટર્સ તેમના પ્રોફેશનને મોનેટાઇઝ કરી શકે છે. મહિલાએ કહ્યું કે એ માણસે અઠવાડિયામાં જ મારું કન્ટેન્ટ ખરીદી લીધું અને પછી ગર્લફ્રેન્ડ એક્સ્પીરિયન્સ પેકેજનું સબસ્ક્રિપ્શન ભર્યું. અમે ત્રણ મહિના સુધી ઓનલાઇન ડેટ કર્યું. એક દિવસ તેની પત્નીને એની ખબર પડતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો. હદ તો ત્યારે થઈ જયારે તેણે આ બાબતે મને જ દોષ દીધો.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
