<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ચાર હાથ, ત્રણ પગ અને એક શિશ્ન સાથે જોડાયેલા ‘સ્‍પાઇડર ટ્‍વિન્‍સ'

બંને બાળકોનો કમરથી ઉપરનો ભાગ જુદો છે, પરંતુ તેઓ પેલ્‍વિસ સાથે જોડાયેલાં છે

જાકાર્તા, તા.૧૭: ઇન્‍ડોનેશિયામાં ‘સ્‍પાઇડર ટ્‍વિન્‍સ'નો અત્‍યંત રૅર અને શૉકિંગ કેસ જોવા મળ્‍યો હતો. એક માતાએ જોડિયાં બાળકોને જન્‍મ આપ્‍યો હતો જેઓ ચાર હાથ, ત્રણ પગ અને એક શિશ્ન સાથે જોડાયેલાં હતાં. આવાં જોડિયાં બાળકોને વિજ્ઞાનની ભાષામાં ઇસ્‍કિઓપેગસ ટ્રાઇપસ કહેવામાં આવે છે. આ રૅર ઘટના ૨૦ લાખે એક વખત બને છે. આ બાળકો ઉપરના શરીરના બદલે નીચેના શરીરથી જોડાયેલાં હોય છે. માતાની પ્રેગ્નન્‍સી એકદમ નૉર્મલ હોવા છતાં સ્‍પાઇડર બેબીઝ જન્‍મ્‍યાં હતાં. બન્ને બાળકોનો કમરથી ઉપરનો ભાગ જુદો છે, પરંતુ તેઓ પેલ્‍વિસ સાથે જોડાયેલાં છે.

(3:01 PM IST)