<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

માત્ર ૬ ફૂટના બે બેડરૂમ વાળો ફ્‌લેટઃ વેચાયો ૮ કરોડમાં

આટલો નાનો હોવા છતાં તેને ખરીદવા માટે લોકોએ લાઈન લગાવી હતી આ ફ્‌લેટ લંડનના પોર્શ વિસ્‍તાર સાઉથ કેન્‍સિંગ્‍ટનમાં આવેલ છે

લંડન, તા.૨૪: આજના સમયમાં ઘર ખરીદવું કોઈપણ માટે સરળ નથી. તમે ગમે તેટલા પૈસા ભેગા કરો, પણ તમને જોઈતી કિંમતે તમને જોઈતું ઘર કયારેય નથી મળતું. કયારેક વિસ્‍તાર ગમતો નથી, તો કયારેક ઘર ગમતું નથી. કયારેક ઘર ખૂબ નાનું લાગે છે, કયારેક ઘરનું ઇન્‍ટીરીયર ડિઝાઇન નથી ગમતી. પરંતુ નાનું ઘર હંમેશા ખરાબ હોતું નથી. વિશ્વાસ ન આવતો હોય તો આ ફ્‌લેટ જ જોઈ લો. માત્ર ૬ ફૂટ પહોળો બે બેડરૂમનો આ ફ્‌લેટ ૮ કરોડ રૂપિયામાં વેચાયો છે. આટલી નાની જગ્‍યાની અંદર એવી વસ્‍તુઓ છે કે લોકો તેને ખરીદવા માટે લોકોએ લાઈન લગાવી છે.

મિરરના રિપોર્ટ પ્રમાણે આ એપાર્ટમેન્‍ટ બ્રિટનના સૌથી પાતળા મકાનોમાંનું એક છે. મહિનાઓ પહેલા તેને માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવ્‍યું હતું, પરંતુ હવે આ ૬ ફૂટ પહોળા ફ્‌લેટની કિંમત ૭૭૫,૦૦૦ પાઉન્‍ડ એટલે કે અંદાજે ૮.૨૦ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફ્‌લેટ તેના સૌથી સાંકડા સ્‍થાન પર માત્ર છ ફૂટ પહોળો છે, જ્‍યારે તે તેના સૌથી પહોળા સ્‍થાને આગળથી પાછળ સુધી ૧૩ ફૂટ પહોળો છે.

હકિકતમાં આ ફ્‌લેટ લંડનના પોર્શ વિસ્‍તાર સાઉથ કેંસિંગ્‍ટનમાં આવેલું છે. અહીંયા ૬૦૦ ચોરસ ફૂટના એક બેડરૂમ વાળો ફ્‌લેટ ૮૯૫,૦૦૦ પાઉન્‍ડમાં વેચાય છે. ત્‍યારે અહીના લોકોનું આકર્ષણ બન્‍યું છે આ ફ્‌લેટ જે લોકોએ આ ફ્‌લેટને જોયો છે તેમનું કહેવું છે કે આ ફિલ્‍મના સેટ જેવું નજર આવે છે. એવું લાગે છે કે ઘરમાં માત્ર સામેનો હિસ્‍સો બનવ્‍યો છે અને અંદર કોઈ રૂમ નથી. પરંતુ સાઉથ કેન્‍સિંગ્‍ટન વાળા ઓથી આ ફ્‌લેટની બિલકુલ અલગ છે. અંદરથી ખૂબજ મોટું લાગે છે, સફેદ દીવાલ અને મોટી બારી જેનાથી આપણને ચોક્‍સાઈ જેવું ફિલ થાય.

આ ફ્‌લેટમાં બે ડબલ બેડરૂમ, એક મોટો લિવિંગ રૂમ, એક શાવર રૂમ છે. એટલું જ નહીં, પાછળ એક નાનો બગીચો પણ છે. તે લંડનમાં ખૂબ જ આકર્ષક જગ્‍યા છે, જેની સામે એક સુંદર પાર્ક અને દક્ષિણ કેન્‍સિંગ્‍ટન ટયુબ સ્‍ટેશન અને થોડા અંતરે V&A મ્‍યુઝિયમ છે. આ વિસ્‍તારમાં ઘણા ઘરો પ્રખ્‍યાત આર્કિટેક્‍ટ જ્‍યોર્જ બાસેવી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્‍યા હતા.

(10:08 AM IST)