News of Saturday, 25th May 2024
106 વર્ષ પહેલા ડૂબી ગયેલ જહાજમાંથી મળી આવી 10 રૂપિયાની દુર્લભ નોટ

નવી દિલ્હી: 1918માં મુંબઈથી વાઈન, મુરબ્બો અને દારૂગોળો લઈને લંડન જવા નીકળેલી શિપ ડૂબી ગઈ હતી. આ શિપમાંથી ફક્ત બે નોટો જ મળી આવી હતી. આ દુર્લભ રૂ. 10ની નોટોની જોડીની આગામી બુધવારે લંડનમાં હરાજી થવાની છે. એક રિપોર્ટ મુજબ, લંડનમાં નૂનાન્સ મેફેર ઓક્શન હાઉસમાં 25, મે 1918ના રોજ જારી કરવામાં આવેલી બેન્કનોટ્સની હરાજી કરવામાં આવશે. આ નોટ લગભગ રૂપિયા 3 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે. એસએસ શિરાલા નામના જહાજમાંથી આ નોટો મળી આવી હતી. બેંક ઓફ ઈંગ્લેન્ડે સોશિયલ મીડિયામાં ગત અઠવાડિયે 1918ના જહાજ ભંગાણનો ઉલ્લેખ કર્યો હતો. નોટ્સ પાણીમાં ડૂબી હોવા છતાં તેના સિરિયલ નંબર સ્પષ્ટપણે વાંચી શકાય છે. દસ રૂપિયાની નોટો સિવાય આ હરાજીમાં રૂ 100ની દુર્લભ નોટનો પણ સમાવેશ કરાયો છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
