News of Monday, 27th May 2024
એઆઇની મદદથી લેબમાં તૈયાર કરાયુ સીન્થેટીક હાડકુ
કુદરતી હાડકાની જેમ જ કામ કરશે : ધાતુની પ્લેટ અને સ્ક્રુથી મળશે છુટકારો

વોશીગ્ટન : હવે કોઇપણ દુર્ઘટનામાં હાડકુ તુટવા કે વૃધ્ધાવસ્થામાં હાડકાને નુકસાનથી પરેશાન થવાની જરૂર નહી પડે હવે એઆઇ ઓપ્ટીમાઇઝેર અને ૩ ડી પ્રિન્ટીંગની મદદથી કોઇપણ આકારનું સીન્થેટીક હાડકુ તૈયાર કરી શકાશે. વૈજ્ઞાનિકોની આ શોધ પછી ઓર્થોપેડીક સર્જરીને નવીદિશા મળવાની આશા છે.
નેચર કોમ્યુનીકેશનમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, અમેરિકાની ઇલીનોઇસ યુનિવર્સિટીના સીવીલ અને પર્યાવરણ એન્જીનીયરીંગના પ્રોફેસર શૈલીઝાંગ અને વિદ્યાર્થી ચિંગ કી જીયાએ પેકિંગ યુનિવર્સિટીના પ્રોફેસર લીયુના સહયોગથી આ હાડકાઓનું નિર્માણ કર્યુ છે. તે સંપૂર્ણ પણે કુદરતી હાડકાની જેમ જ કામ કરે છે. આ સાથે જ પારંપરિક પધ્ધતિથી કરવામાં આવતી સર્જરીથી થતા નુકસાનથી છુટકારો મળી જશે.
રિસર્ચરોએ જણાવ્યું કે પગના ઉપરના ભાગમાં રહેલ મોટુ હાડકુ ઇજા થવાથી ઘણી વાર તુટી જતુ હોય છે. ઘણીવાર તેની ધાર પર પણ નુકસાન પહોંચે છે. તેનાથી બુઝર્ગ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડોકટરો પારંપરિક રીતે ધાતુની પ્લેટઅ ને સ્ક્રુની મદદથી હાડકાને જોડી દે છે પણ સમયાંતરે સ્ક્રુ ઢીલા થવા અને દુખાવાને કારણે પરેશાની થાય છે. આવી જગ્યાએ સીન્થેટીક હાડકાનો ઉપયોગ કરી શકાશે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
