News of Wednesday, 29th May 2024
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના હરીપુરમાં એક ગર્લ્સ શાળામાં આગ ભભૂકતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: પાકિસ્તાનનાં ખૈબરપખ્તુન્વા પ્રાંતમાં હરિપુર ગામમાં એક ગર્લ્સ સ્કુલમાં શોર્ટ સર્કીટને લીધે આગ લાગતાં મોટાભાગે લાકડું વાપરી બનાવેલ આ સ્કૂલ બળીને ખાક થઇ ગઇ હતી, પરંતુ આગના ભડકા દેખાતાં જ શિક્ષિકાઓ તુર્ત જ બાલિકાઓને બિલ્ડીંગની બહાર કાઢી લીધી હતી. તેથી, શાળામાં ભણતી આશરે ૧,૪૦૦ જેટલી બાળાઓ સહીસલામત બચી ગઈ હતી. પરંતુ આગ એટલી વ્યાપક હતી કે લાઈબંબા પહોંચે તે પહેલા સ્કુલનું બિલ્ડીંગ તો ભસ્મીભૂત થઇ ગયું હતું.આ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે માર્ગ પર્વતોમાંથી જ જતો હોવાથી લાઈબંબાને પહોંચતાં વાર લાગી હતી પરંતુ સ્થાનિક લોકોએ જ પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો.હરિપુરના રેસ્ક્યુ ૧૧૨૨ના પ્રવક્તા ફરાઝ જલાલે જણાવ્યું હતું કે તે શાળામાં લગભગ ૧૪૦૦ વિદ્યાર્થીનીઓ ભણતી હતી પરંતુ તે તમામ હેમખેમ બચી ગઈ છે. બિલ્ડીંગમાં મોટે ભાગે લાકડું વપરાયું હોવાથી સ્કૂલ બિલ્ડીંગ તો બળીને ખાક થઇ ગયું હતું.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
