News of Thursday, 30th May 2024
માનવતાની વિરુદ્ધ ઇઝરાયલે કર્યો યુદ્ધ અપરાધ

નવી દિલ્હી: ગાઝાના દક્ષિણમાં આવેલા રફાહ શહેરમાં ઇઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે જેમાં અનેક વિસ્થાપિત પેલેસ્ટાઇનોનાં મોત થયા છે. રવિવારે વિસ્થાપિતોના કેમ્પ પર કરાયેલા હવાઇ હુમલામાં 46 લોકોનાં મોત થયા હતાં જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતાં. પેલેસ્ટાઇન ઓથોરિટીએ આ હુમલા અંગે જણાવ્યું છે કે ઇઝરાયેલે જાણીજોઇને વિસ્થાપિતોને નિશાન બનાવી હવાઇ હુમલા કર્યા છે. મંગળવારે પણ રફાહ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 21 લોકોનાં મોત થયા હતાં અને 64 ઘાયલ થયા હતાં.ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઇન નાગરિકોના થઇ રહેલા મોત સામે અરબ દેશોમાં ભારે રોષ છે. સઉદી અરબ, યુએઇ, કતર, મિશ્ર સહિત અનેક આરબ દેશોએ હુમલા માટે ઇઝરાયેલની ટીકા કરી છે. ૨૨ અરબ દેશોના સંગઠન અરબ લીગે પણ ઇઝરાયેલના હુમલાની ટીકા કરી છે અને વિસ્થાપિતો પર હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યું છે. લીગના મહાસચિવ અહમદ અબુલ ગેઇતે યુદ્ધ અપરાધો માટે અપરાધીઓને દોષિત ઠેરવવા માટે આ અપરાધને આંતરરાષ્ટ્ીય કોર્ટમાં લઇ જવાની માગ કરી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
