<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

166 કરોડની મશીનમાં બેસીને આ અબજપતિ દરિયાં 3.8કિમિ નીચે જશે

નવી દિલ્હી: ટાઈટેનિકના કાટમાળમાં વિશ્વભરના લોકોને રસ છે. સમુદ્રના ઉંડાણમાં ઉતરીને તેને નિહારવાના પ્રયાસમાં ગત વર્ષે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. OceanGate કંપનીની ટાઈટન સબમર્સિબલ ગત વર્ષે જૂનમાં ટાઈટેનિકની યાત્રા દરમિયાન દરિયામાં ફાટી ગઈ હતી. ચાર દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યુ હતું પરંતુ સબમર્સિબલમાં સવાર તમામ પાંચ લોકોના મોત થઈ ગયા હતા. હવે વધુ એક અબજપતિ ઉદ્યોગપતિ ફરીથી આવા જ મિશનની તૈયારીમાં છે.આ ઉદ્યોગ બીજું કોઈ નહીં પણ ઓહાયોના પ્રખ્યાત રિયલ એસ્ટેટ ડેવલપર લેરી કોનર છે. તેઓ Triton Submarinesના કો ફાઉન્ડર પેટ્રિક લાહી સાથે આ મિશન પર જશે. તેમણે જણાવ્યું કે, હું વિશ્વભરના લોકોને બતાવવા માંગુ છું કે ભલે સમુદ્ર ખૂબ જ શક્તિશાળી છે પરંતુ જો તમે યોગ્ય રીતે ચાલો તો તેઅદ્ભુત અને આનંદદાયક હોય શકે છે અને ખરેખર જીવન બદલનારું પણ બની શકે છે. ટાઈટેનિકનો કાટમાળ દરિયામાં 12,500 ફૂટના ઊંડાણ પર ડૂબેલો છે. 15 એપ્રિલ 1912ના રોજ તે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક આઈસબર્ગ સાથે ટક્કર બાદ તે ડૂબી ગઈ હતી. ટાઈટેનિકના કાટમાળને પાછો લાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ સફળતા ન મળી. 110થી વધુ વર્ષો બાદ ટાઇટેનિક ખૂબ જ જર્જરિત સ્થિતિમાં છે. ટાઈટેનિકનો કાટમાળ જોવામાં ધનિક લોકોને અલગ જ રોમાંચ આવે છે.
લેરી કોનરે જણાવ્યું કે, પેટ્રિક પણ તેની સાથે જશે. પેટ્રિક જ 20 મિલિયન ડોલર (લગભગ રૂ. 166 કરોડ)ની કિંમતની સબમર્સિબલ 4000/2 Abyssal Explorerને ઓપરેટ કરશે. ટૂ સીટર આ  ડીપ-સી સબમર્સિબલને પેટ્રિકે પોતે ડિઝાઈન કરી છે. કોનરે જણાવ્યું કે, તે ઊંડા દરિયામાં અનેક યાત્રા કરવામાં સક્ષમ છે. પેટ્રિકે જણાવ્યું કે, ગત વર્ષે જૂનમાં ટાઈટન સબમર્સિબલ દુર્ઘટનાના થોડા દિવસો બાદ જ કોનરે આ યાત્રાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પેટ્રિક એવા લોકોમાંથી એક હતા જેઓ OceanGate અને તેના CEOને સમજાવી રહ્યા હતા કે, તેઓ ઘટિયા સબમર્સિબલનો ઉપયોગ ન કરે. 22 જૂન 2023ના રોજ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે ટાઈટન પર સવાર તમામ લોકો માર્યા ગયા છે. તે સબમર્સિબલમાં એક સીટનું ભાડું અઢી લાખ ડોલર હતું.

 

(7:10 PM IST)