News of Monday, 3rd June 2024
નાક વડે ટાઇપિંગ કરીને પોતાનો જ રેકોર્ડ તોડયો આ ટાઇપિંગ મેન ઓફ ઇન્ડિયાએ

નવી દિલ્હી,તા. ૩: આપણે ત્યાં અવારનવાર સ્વમાનને નાક સાથે જોડી દેવામાં આવતું હોય છે, પણ વિનોદકુમાર ચૌધરી નામના ૪૪ વર્ષના ભાઈને નાકને કારણે જ આંતરરાષ્ટ્રીય સ્તરે માન મળ્યું છે. વિનોદકુમારે નાક વડે સૌથી ઝડપથી કમ્પ્યુટરના કી-બોર્ડ પર ટાઇપિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તેમણે માત્ર ૨૫.૬૬ સેકન્ડમાં અંગ્રેજી આલ્ફાબેટના એથી લઈને ઝેડ સુધીના અક્ષર ટાઇપ કર્યા હતા, એ પણ દરેક અક્ષરની વચ્ચે સ્પેસ સાથે. રસપ્રદ વાત એ છે કે વિનોદકુમારે આ બીજી વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ૨૦૨૩માં તેમણે ૨૭.૮૦ સેકન્ડમાં આલ્ફાબેટ ટાઇપ કરી રેકોર્ડ સરજયો હતો. એ જ વર્ષે તેમણે ૨૬.૭૩ સેન્કડમાં ફરી પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. હવે ૨૦૨૪માં તેમણે ૨૫.૬૬ સેકન્ડમાં બીજી વાર પોતાનો રેકોર્ડ તોડ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે વિનોદકુમારના લેટેસ્ટ રેકોર્ડને માન્યતા આપી છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
