તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ત્રણ મિનિટમાં ૨૮ ફુગ્ગા નાકથી ફુલાવવાનો વિક્રમ

લંડન, તા.૪: ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ નોંધાવવાનો લિટરલી ચસકો ધરાવતો અમેરિકાનો ડેવિડ રશ નામનો ભેજાબાજ માણસ જાતજાતનાં ગતકડાં કરીને ચિત્રવિચિત્ર વિક્રમો બનાવતો રહે છે અને અત્યાર સુધીમાં તે ૧૭૨ વિક્રમો પોતાના નામે કરી ચૂકયો છે. તાજેતરમાં તેણે ૧૭૩મો રેકૉર્ડ બનાવવા માટે નાકથી ફુગ્ગા ફુલાવવાનો સ્ટન્ટ કર્યો હતો. ત્રણ મિનિટમાં તેણે ૨૮ ફુગ્ગા ફુલાવ્યા હતા. જોકે કેચ એ છે કે ઑલરેડી આ જ કારનામાનો રેકોર્ડ ફુરમેન નામના માણસના નામે છે એટલે ડેવિડના નામે નવો રેકૉર્ડ તો ન બન્યો, પણ તેને ત્રણ મિનિટમાં ૨૮ ફુગ્ગા નાકથી ફુલાવવાના વિક્રમનો સહભાગી જાહેર કરવામાં આવ્યો હતો.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
