<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ઇઝરાયલના જંગલોમાં ભયાનક આગ ભભૂકતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સતત રોકેટ અને ડ્રોન દ્વારા હુમલાના કારણે ઉત્તરી ઈઝરાયલના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી છે. આ આગ ખૂબ જ ભયાનક છે. ઈઝરાયલ ફાયર ફાઈટર દળો આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયુ નથી. પોલીસે કેટલાક રાજ્યોના રસ્તાઓ અને મુખ્યમાર્ગો બંધ કરી દીધા છે, જેથી કરીને લોકો આગવાળા વિસ્તારોમાં ન જાય. ઈઝરાયલના કેટલાક નાગરિકો લેબનાનની સરહદ નજીક વસવાટ કરે છે, તેમના ઘરોની આસપાસના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી છે. જો કે, અહીંના રહેવાસીઓને મહીના પહેલા સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. કારણ કે, હિઝબુલ્લાહના આતંકવાદીઓ સતત ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યા હતા. મહત્ત્વની વાત છે કે, ઈઝરાયેલ પણ તેની સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટના કહેવા પ્રમાણે હિઝબુલ્લાહના સેંકડો રોકેટ અને ડ્રોનના હુમલાઓના કારણે જંગલોમાં લાગેલી આગ હાલમાં કેટલાક ઘરોમાં પ્રસરી ગઈ હતી. ઈઝરાયલ મિલિટ્રીએ આગ ઓલવવા માટે જરુરી યંત્ર અને સૈનિકોને મોકલી દીધા છે. પરંતુ આગ એટલી ઝડપી ફેલાઈ રહી છે કે, તેને ઓલવવી ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. તેમજ સતત આગ ફેલાવાના કારણે હવામાન ખૂબ જ ગરમ થઈ ગયુ છે.

 

(6:52 PM IST)