તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ઓએમજી......પ્લેકાર્ડ લઇ ઇઝરાયલ ડે- પરેડમાં ઘુસી એક શખ્સ ઘુસી ગયો

નવી દિલ્હી: અહીં યોજાઈ રહેલી ઇઝરાયલ ડે પરેડ સમયે એક પેલેસ્ટાઇની સમર્થક મોં પર પેલેસ્ટાઇની ધ્વજ વીંટાળી પરેડમાં ઘૂસી ગયો હતો. આથી તે પરેમાં અફડા તફડી મચી ગઈ હતી. તેની સાથે ઇઝરાયલ વિરોધી કેટલાયે લોકો મહદ્અંશે મૂળ પેલેસ્ટાઇનીઓ તે પરેડમાં ઘૂસી પરેડ અસ્તવ્યસ્ત કરવા પ્રયત્નો કર્યા હતા. આ વર્ષે તો હમાસે બંધક બનાવેલા બંધકોના કુટુંબીજનો પણ ઇઝરાયલ ડે પરેડમાં જોડાયા હતા. તે સરઘસમાં પેલેસ્ટાઇની ધ્વજ મોં પર વીંટાયેલો એક પેલેસ્ટાઇની એક ઇઝરાયલ તરફીની આરે જ તે પરેડમાં આવી ગયો. કેફીયેટ કહેવાતો પેલેસ્ટાઇની ધ્વજ મોં પર વીંટાળી પોતાની ઓળખ છૂપાવનાર તે વ્યકિત એક યહૂદીની સામે આવી ગઈ. તેણે તેને ધમકી આપતા કહ્યું, મારી સામે ફરીથી આવતો નહીં. વિશ્લેષકો કહે છે કે ઇઝરાયલમાં પેલેસ્ટાઇનીઓ - આરબો અને યહૂદીઓ વચ્ચેનું વૈમનસ્ય એટલુ ઊંડું ઉતરી ગયું છે કે, તત્કાળ તો ઇઝરાયલ- હમાસ યુદ્ધનો અંત આવે તેવી કોઈ શક્યતા ક્ષિતિજ ઉપર પણ દેખાતી નથી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
