<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

અવકાશયાત્રી વિલિયમ એન્‍ડર્સનું પ્‍લેન ક્રેશમાં અવસાનઃ એપોલો-૮ના સભ્‍ય રહેલ

નવી દિલ્‍હીઃ એપોલો ૮ અવકાશયાત્રી વિલિયમ એન્‍ડર્સનું સાન જુઆન ટાપુમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના પુત્ર ગ્રેગે માહિતી આપતા જણાવેલ કે, એન્‍ડર્સ તેમના વિન્‍ટેજ એર ફોર્સ ટી-૩૪ મેન્‍ટરમાં ઉડાન ભરી રહ્યા હતા. વોશિંગ્‍ટનથી સાન જુઆન ટાપુ તરફ જતી વખતે તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્‍ત થયું હતું. પ્‍લેન ક્રેશની તસ્‍વીરો સોશિયલ મિડીયા પર સામે આવી છે.

(2:27 PM IST)