તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
હજ શરૂ થતા પહેલા જ સાઉદી સરકારે ભર્યું આ પગલું

નવી દિલ્હી: સાઉદી અરેબિયાએ આ વર્ષે હજ પહેલાં જ ત્રણ લાખથી વધુ લોકોને મક્કામાંથી બહાર કરી દીધા છે. આમ કરવા પાછળનું કારણ રજિસ્ટ્રેશન છે. સાઉદી અરેબિયા ઓથોરિટીએ જે લોકોએ હજ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા નથી. તેમને મક્કામાંથી બહાર કરી દીધા છે.શનિવારે, સાઉદી અધિકારીઓએ કહ્યું કે, 'સુરક્ષા દળો અને પોલીસે હજ પહેલા મક્કામાંથી અનધિકૃત હજયાત્રીઓને હટાવવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે. હજ દરમિયાન ભીડનું સંચાલન એ એક મહત્ત્વપૂર્ણ વિષય છે કારણ કે ગયા વર્ષે 1.8 મિલિયન લોકો હજ માટે આવ્યા હતા. આ વર્ષે આ સંખ્યા 19થી 20 લાખ સુધી પહોંચી શકે છે.'સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સીએ માહિતી આપી છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં, જરૂરી હજ વિઝાને બદલે પ્રવાસી વિઝા પર આવેલા 1,53,998 વિદેશીઓને ગ્રાન્ડ મસ્જિદ અને કાબામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ સિવાય સાઉદી અધિકારીઓએ 1,71,587 લોકોની અટકાયત કરી છે. આ લોકો સાઉદી અરેબિયામાં રહે છે, પરંતુ મક્કાના રહેવાસી નથી અને હજ પરમિટ વિના મક્કા આવ્યા હતા. 14મી જૂનથી હજ શરૂ થઈ રહી છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
