<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

૫૦૦ વર્ષ જુની સંતપ્રતિમાં ભારતને પરત કરશે ઓક્‍સફોર્ડ યુનિવર્સિટી

બ્રિટનમાં આવેલી ઓક્‍સફર્ડ યુનિવર્સિટીના અશ્‍મોલિયન મ્‍યુઝિયમ દ્વારા  કહેવામાં આવ્‍યું છે કે ૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ ઓક્‍સફર્ડ યુનિવર્સિટીની કાઉન્‍સિલે અશ્‍મોલિયન મ્‍યુઝિયમમાંથી સંત તિરુમંકાઈ અલવરની ૧૬મી સદીની કાંસ્‍ય પ્રતિમા પરત કરવાનો નિર્ણય લીધો છે.  આ નિર્ણય હવે ચેરિટી કમિશન સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

 સંત તિરુમંકાઈ અલવરની ૬૦ સેમી ઊંચી પ્રતિમા ડૉ. જે.આર. દ્વારા સ્‍થાપિત કરવામાં આવી હતી. તે બેલમોન્‍ટ (૧૮૮૬-૧૯૮૧) નામના કલેક્‍ટરના સંગ્રહમાંથી સોથેબીના ઓક્‍શન હાઉસમાંથી ઓક્‍સફર્ડ યુનિવર્સિટીના એશમોલીયન મ્‍યુઝિયમ દ્વારા હસ્‍તગત કરવામાં આવેલ. મ્‍યુઝિયમનું કહેવું છે કે ગયા વર્ષે નવેમ્‍બરમાં એક સ્‍વતંત્ર સંશોધકે તેમને પ્રાચીન પ્રતિમાની ઉત્‍પત્તિ વિશે જાણકારી આપી હતી, ત્‍યારબાદ તેમણે ભારતીય હાઈ કમિશનને એલર્ટ કર્યું હતું.

તમિલનાડુના મંદિરમાંથી ચોરાયેલી કાંસ્‍ય મૂર્તિ માટે ભારત સરકારે બ્રિટિશ મ્‍યુઝિયમને ઔપચારિક વિનંતી મોકલી હતી, જે હરાજી દ્વારા બ્રિટિશ મ્‍યુઝિયમમાં પહોંચી હતી હવે તે પરત કરાશે

(4:47 PM IST)