News of Tuesday, 11th June 2024
ઇન્ડોનેશીયાના શાહી પરિવારના સભ્યનું અવસાનઃ મૃતદેહને બળદના પુતળામાં રાખી કરાયા અંતિમ સંસ્કાર
અનોખી પરંપરામાં હજારો લોકો જોડાયા

બાલીઃ ઇન્ડોનેશીયાના ઉબુદમાં પેલેબોન નામના બાલી શાહી અગ્નિ સંસ્કાર સમારોહ દરમિયાન બળદના આકારના મોટા પુતળાને દાહ કરવામાં આવ્યું હતું. આ બળદના પુતળામાં ગત મહિને ૬૦ વર્ષની વયે અવસાન પામેલ શાહી પરિવારના સભ્ય ટોકોર્ડા રાય ધર્માવતીનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. અગ્નિ સંસ્કાર સમારોહમાં હજારો લોકો સામેલ થયા હતા.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
