તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ઇન્ટરનેટની લતથી યુવાઓની નિર્ણયશકિત ઘટે છેઃ યાદશકિત ઓછી થાય છે
લંડન સ્થિત યુસીએલ ગ્રેટ ઓરખંડ સ્ટ્રીટ ઇન્સ્ટીટયુટ ઓફ ચાઇલ્ડ હેલ્થના અધ્યયનમાં ખુલાસો

લંડન તા. ૧૧: ઇન્ટરનેટનો નશો પણ કોઇ ડ્રગના નશાથી ઓછો નથી હોતો તેમ લંડન સ્થિત યુસીએલ ગ્રેટ ઓરખંડ સ્ટ્રીટ ઇન્સ્ટીટયુટ ઓફ ચાઇલ્ડ હેલ્થની શોધથી જાણવા મળ્યું છે. આ શોધમાં ઇન્ટરનેટની લતથી ગ્રૈત યુવાઓની બ્રેઇન કેમેસ્ટ્રીમાં બદલાવ આવે છે જેથી તેનામાં લતનો વધારો વ્યવહાર વિકાસ પામે છે.
ઉપરાંત તંત્રીકા નેટવર્કમાં પરિવર્તનના કારણે નશાની પ્રવૃતિ તથા નકારાત્મક વ્યવહાર વધી શકે છે. શોધમાં માનસીક સ્વાસ્થ્ય, બૌધ્ધીક ક્ષમતા અને શારીરીક સમન્વયથી જોડાયેલ બદલાવ જોવા મળ્યા હતા. પીએલઓએસ મેન્ટલ હેલ્થમાં પ્રકાશીત આ અધ્યયનમાં એફએમઆઆઇનો ઉપયોગ કરી પાછલી શોધની પણ સમીક્ષા કરાઇ હતી.
શોધકર્તાઓને જાણવા મળેલ કે યુવાઓના મગજમાં તંત્રિકા નેટવર્કો પર ઇન્ટરનેટની લતનો પ્રભાવ સ્પષ્ટ મળેલ. જેથી ચિંતન-વિચારમાં સામેલ માથાના ભાગોમાં સક્રીય કનેકટીવીટીમાં વ્યાપક રૂપે ઘટાડો જોવા મળ્યો હતો. માથાનો આ ભાગ યાદો અને નિર્ણય લેવા માટે જવાબદાર છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
