<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

વિશ્વની સૌથી ફલેક્‍સિબલ કન્‍યા ૧ મિનિટમાં ૪૨ વાર સ્‍પ્‍લિટ્‍સ કરી લે છે

૬૦ સેકન્‍ડમાં તે ૪૨ વાર પગ સ્‍પ્‍લિટ કરે છે અને પાછી ઊભી થાય છે એ વિડિયો જોઈને ભલભલા દંગ રહી ગયા છે

લંડન,તા. ૧૩: બ્રિટનની ૧૬ વર્ષની લિબર્ટી બરોસ નામની ટીનેજરનું શરીર ખૂબ ફલેક્‍સિબલ છે. તે બન્ને પગ પહોળા કરીને જમીન પર સ્‍ફૂર્તિથી સ્‍પ્‍લિટ્‍સ કરી શકે છે. ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ ધરાવતી આ ટીનેજરે સૌથી પહેલાં સ્‍પેન્‍સ ગોટ ટેલન્‍ટ'અને પછી ‘બ્રિટન્‍સ ગોટ ટેલન્‍ટ'નામના શોઝમાં પોતાની પ્રતિભા બતાવી હતી અને ત્‍યાં જ તેને મોસ્‍ટ ફલેક્‍સિબલ ગર્લનું બિરુદ મળ્‍યું હતું. તાજેતરમાં ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સે લિબર્ટીનો વિડિયો ઓફિશ્‍યલ ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરીને લખ્‍યું છે, સૌથી વધુ સ્‍પ્‍લિટ્‍સ એક મિનિટમાં ૪૨. એ છે લિબર્ટી બરોસ. ૬૦ સેકન્‍ડમાં તે ૪૨ વાર પગ સ્‍પ્‍લિટ કરે છે અને પાછી ઊભી થાય છે એ વિડિયો જોઈને ભલભલા દંગ રહી ગયા છે.

(11:03 AM IST)