તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
ક્લાઈમેટ ચેન્જના કારણોસર છેલ્લા 6 મહિનામ થયા 2500 મૃત્યુ

નવી દિલ્હી: આ વર્ષે ક્લાઈમેન્ટ ચેન્જ (આબોહવા પરિવર્તન)ના કારણે અત્યારસુધી 2500 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 41 અબજ ડોલર (રૂ. 3.43 લાખ કરોડ)નું નુકસાન થયું છે. સમયાંતરે ઋતુ પરિવર્તન માટે પ્રચલિત દેશોમાં પણ હવામાન ખોરવાઈ ગયું છે. જેના લીધે લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. બ્રિટન સ્થિત એનજીઓ ક્રિશ્ચયન એડ દ્વારા જારી રિપોર્ટ અનુસાર, છેલ્લા છ માસમાં ખરાબ હવામાન, કુદરતી આફતો આબોહવા પરિવર્તનનું પરિણામ છે. આ આંકલન ગતવર્ષે ડિસેમ્બરમાં દુબઈમાં ઈન્ટરનેશનલ ક્લાઈમેન્ટ ટોક (કોપ28) બાદ જારી કરવામાં આવ્યા છે.એનજીઓ અનુસાર, યુએઈમાં કોપ28 બાદ પણ ફોસિલ ફ્યુલનો ત્યાગ કરવા અને આબોહવાના લીધે સર્જાઈ રહેલી કુદરતી આફતોનો સામનો કરવામાં ગરીબ દેશોને સમર્થન અને સહાય આપવામાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી. જર્મનીમાં ક્લાઈમેટ ટોકના બીજા સપ્તાહમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સંખ્યા દર્શાવે છે કે, આબોહવા સંકટ સતત વધી રહ્યું છે. એનજીઓના એક અધિકારી ક્રિશ્ચયન એડએ જણાવ્યું હતું કે, ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન માટે સૌથી વધુ જવાબદાર ધનિક દેશ છે. આ ધનિક દેશોએ આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવા અને અન્ય દેશોમાં થઈ રહેલી અસરોને દૂર કરવા મદદરૂપ થવુ જોઈએ. તેઓએ આ સંદર્ભે પોતાનું ફંડિંગ વધારવું જોઈએ. કોપ28માં આબોહવા પરિવર્તનની ઘટનાઓના લીધે ગરીબ દેશોને થતાં નુકસાનને દૂર કરવા ફંડ ફાળવવા પર સહમતિ આપવામાં આવી હતી.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
