તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
દર વર્ષે પાકિસ્તાન ચીનને 5 લાખ ગધેડા આપતું હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનનું અર્થતંત્ર ભલે નબળુ પડતું જતું હોય પરંતુ ગધેડાઓના ઉછેર માટે સ્વર્ગ બની રહયું છે. પાકિસ્તાનમાં પશુધન ગણતરીમાં ગધેડાઓની સંખ્યા વધીને ૫૯ લાખ થઇ છે. પાકિસ્તાન દર વર્ષે ૫ લાખ ગધેડાઓ ચીન મોકલે છે, પાકિસ્તાનના ગધેડાની ચીનમાં ડિમાંડ સતત વધતી જાય છે. ચીનની ડિમાંડને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ગધેડાના બ્રિડિંગ પર ધ્યાન આપી રહયું છે. દર વર્ષે ૧ લાખ જેટલા ગધેડાઓની સંખ્યા વધી રહી છે. પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઓરંગઝેબ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેક્ષણમાં જણાવાયું છે કે પશુપાલન પાકિસ્તાનની ગ્રામીણ અર્થ વ્યવસ્થા માટે કરોડરજજૂ સાબીત થઇ રહયું છે. ૮૦ લાખથી વધુ ગ્રામીણ પરિવાર પશુધન ઉત્પાદનમાં રોજગારી મેળવે છે. પાકિસ્તાનનો દુનિયામાં સૌથી વધુ ગધેડા ધરાવતા ટોપ થ્રી દેશોમાં સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં વજન ઉપાડવા માટે ગધેડાનો ઉપયોગ થાય છે. જયારથી ચીનને ગધેડા ખપમાં લાગ્યા છે ત્યારથી ગધેડાનું સંવર્ધન કરીને સંખ્યા વધારવા પર ભાર મુકવામાં આવી રહયો છે. ચીનને ગધેડા પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે પંજાબ પ્રાંતના ઓકારા જિલ્લામાં ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
