News of Saturday, 15th June 2024
૮૦ વર્ષના દાદાને મળી ૨૩ વર્ષની દુલ્હન
પહેલાં તેમની વચ્ચે દોસ્તી થઈ અને કયારે એ દોસ્તી પ્રેમમાં પાંગરી એની ખબર પણ ન પડી

બીજીંગ, તા.૧૫: ચીનના હુબઈ પ્રાંતમાં એક વળદ્ધાશ્રમમાં એક અનોખી લવસ્ટોરી પાંગરી છે. ૮૦ વર્ષના લી નામના એક દાદા રિટાયરમેન્ટ હોમમાં રહે છે. આ હોમમાં વૉલન્ટિયર તરીકે કામ કરવા આવતી ૨૩ વર્ષની શિયાફાંગ નામની યુવતીને આ દાદા ગમી ગયા છે; દાદા તરીકે નહીં, જીવનસાથી તરીકે. પહેલાં તેમની વચ્ચે દોસ્તી થઈ અને કયારે એ દોસ્તી પ્રેમમાં પાંગરી એની ખબર પણ ન પડી. કહેવાય છે કે પ્રેમ થાય ત્યારે ન ઉંમર જુએ છે કે ન અમીરી-ગરીબી. શિયાફાંગ એટલી ગળાડૂબ પ્રેમમાં છે કે તેના પરિવારજનોએ વિરોધ કર્યો છતાં તે ન નમી. રિટાયર દાદાના પરિવારે પણ વિરોધ કર્યો અને છતાં બન્ને એક સાદગીભર્યા સમારોહમાં પરણી ગયાં. શિયાફાંગ પોતે કમાય છે અને દાદાનું પેન્શન આવે છે એટલે તેમની ઘરગળહસ્થીમાં ફાઇનેન્શિયલ પ્રોબ્લેમ નથી આવતો. જોકે ચીનની એક સાહુ નામની વેબસાઇટે લગ્ન પછીના આ અનયુઝ્વલ કપલના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે એ જોઈને ભલભલા દંગ રહી ગયા છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
