તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 15th June 2024
આજે હજજ વિધિ

રિયાઘ, તા. ૧૫: સાઉદી અરેબિયાના મકકામાં હજની સત્તાવાર શરૂઆત મીના જવાના એક દિવસ પહેલા ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ કાબાની સંખ્યાબંધ મુસ્લિમ યાત્રાળુઓએ પરિક્રમા કરી હતી. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેુરૂવાર સુધી ૨૦ લાખથી વધુ શ્રદ્વાળુઓ અહીં પહોચ્યા હતા. શુક્રવારે હજયાત્રા સત્તાવાર રીતે શરૂ થયા બાદ મોટી સંખ્યામાં સાઉદી અરેબિયામાં રહેતા લોકો પણ હજયાત્રામાં જોડાયા છે. ગઇકાલે હજના પ્રથમ દિવસ, જયારે યાત્રાળુઓ મીના ગયા હતા. આ પછી તેઓ અરાફાત પર્વત પર આજે રવાના થયા છે. અહીથી તેઓ મુઝદલિફા તરફ જશે. ત્યાં યાત્રાળુઓ કાંકરા સમયે સાંજે એકત્રિત કરશે. હજ એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે. શારીરીક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમો માટે તેમના જીવન માં ઓછામાં ઓછું એકવાર હજ કરવી જરૂરી માનવામાં આવે છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
