હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
ચીનમાં લીલા કાંદાવાળી કોફીની ધૂમ

બીજીંગ,તા.૧૭: ચીનમાં થોડા સમય પહેલાં મિરચી કોફી વેચતું એક આઉટલેટ બહુ ફેમસ થયું હતું. એમાં લિટરલી લાલ મરચું છાંટીને કોફી પીરસવાનો પ્રયોગ થયેલો અને સ્પાઇસી ચીજો ખાવાના શોખીનોને એ ગમી ગયેલી. જોકે એ પછી છેલ્લા થોડા સમયથી ચાઇનીઝ સોશ્યલ મીડિયા અને ટિક ટોક પર લીલા કાંદાવાળી લાતે કોફીનો ટ્રેન્ડ છવાયેલો છે. આ કોફી ખરેખર પીવામાં કેવી લાગે છે એ તો પ્રયોગ કરનારા જ જાણે, પણ ટિક ટોક પર #springonionlatter નાખીને ચેક કરશો તો અઢળક લોકો સ્પ્રિંગ અન્યનને બારીક સમારીને કોફીની અંદર ભારોભાર માત્રામાં નાખે છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
