<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

આ જગ્યા પર 124 વર્ષ પહેલા જ કાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો

નવી દિલ્હી:  એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે લોકો કાર, બાઇક કે પછી બસ નો ઉપયોગ કરે છે. ત્યારે આટલા વિકસિત થઇ રહેલા વિશ્વમાં જ્યાં અવનવી શોધો થતી રહે છે અને માનવજાતને સુવિધાઓ પુરી પાડતી વસ્તુઓની અછત નથી. ત્યાં કલ્પના પણ ન કરી શકાય કે વિશ્વમાં એવી કોઈ જગ્યા છે જ્યાં મોટર વાહનો છે જ નહી કે પછી ચલાવી શકાતા નથી.જ્યાં તમારે આવવા-જવા માટે માત્ર નોન-મોટરાઈઝ્ડ વાહનો પર નિર્ભર રહેવું પડે છે. વાયરલ થઇ રહેલો વીડિયોમાં તમે જોઇ શકો છો કે, લોકો ત્યાં કેવી શાંતિથી રહે છે.ભાગ્યેજ તમે મોટર વાહનો ચલાવવા પર પ્રતિબંધ હોય એવી કોઇ જગ્યા વિશે સાંભળ્યુ હશે? વેલ, એક એવી જગ્યા છે જ્યાં માત્ર સાયકલ અને ઘોડાગાડી ચાલે છે. આ જગ્યા સૌથી વિકસિત દેશ અમેરિકામાં છે. અમેરિકાના મિશિગનમા મેકિનેક કાઉન્ટીમાં,મેકિગન દ્વીપ છે. છેલ્લા 127 વર્ષથી અહીં મોટર વાહનો પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ વર્ષ 1898થી લાદવામાં આવ્યો હતો.હવે તમને આખા ટાપુ પર કાર નહીં મળે. આ જગ્યા પર હવાની ગુણવત્તા એટલી સારી છે કે પ્રદૂષણની વચ્ચે રહીને આપણે તેના વિશે વિચારી પણ નથી શકતા. લેક હુરોન પાસે સ્થિત આ સમર રિસોર્ટ શહેરમાં પહોંચવા માટે ફેરીનો સહારો લેવો પડે છે. ટાપુની વસ્તી પણ લગભગ 600 લોકોની છે અને આ સ્થળ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. લોકો અહીં મોટી સંખ્યામાં મુલાકાત લેવા આવે છે, ખાસ કરીને જૂનમાં લીલાક ફેસ્ટિવલ (Lilac Festival)  અને ફોલ ફોલિએઝ(fall foliage)  જોવા માટે ખાસ લોકો અહીંની મુલાકાત લે છે. 

(6:32 PM IST)