<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

મક્કામાં કાળઝાળ ગરમી વચ્ચે 6 હજાર યાત્રીઓના મૃત્યુ

નવી દિલ્હી: આ વર્ષે હજ દરમ્યાન તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સાઉદી અધિકારીઓની ચેતવણી વચ્ચે  મક્કામાં ભીષણ ગરમીને કારણે અત્યાર સુધીમાં છ હજ યાત્રીઓના મોત થયા છે. તમામ ૬ મૃતકો જોર્ડનના નાગરિક હોવાની અને જેદ્દાહમાં સાઉદી સત્તાવાળાઓ સાથે દફનવિધિ અને તેમના મૃતદેહને જોર્ડન પરત લાવવાની શક્યતા બાબતે સંકલન કરાઈ રહ્યું હોવાની માહિતી જોર્ડનના વિદેશ મંત્રાલયે આપી હતી.  શનિવારના રોજ હજ યાત્રાની મુખ્ય ઘટના ગણાતી અરાફાત પર્વત પર શ્રદ્ધાળુઓ એકઠા થયા ત્યારે આ મૃત્યુના સમાચાર આવ્યા. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અલ-અબ્દુલઅલીના જણાવ્યા અનુસાર, હજ અધિકારીઓએ લોકોને છત્રી સાથે રાખવાની અને ભારે ગરમીમાં સમયાંતરે પાણી પીતા રહેવાની સલાહ આપી છે. સાઉદી સૈન્યએ ખાસ હીટસ્ટ્રોક માટે મેડિકલ યુનિટો સાથે ૧,૬૦૦ કર્મચારીઓ અને ૩૦ રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત કરી છે. વધુ પાંચ હજાર આરોગ્ય અને પ્રાથમિક સારવાર સ્વયંસેવકો ભાગ પણ ભાગ લઈ રહ્યા છે.સાઉદી જનરલ ઓથોરિટી ફોર સ્ટેટિસ્ટિક્સ અનુસાર, આ વર્ષે ૧૮ લાખથી વધુ લોકો હજમાં ભાગ લઈ રહ્યા છે. હજ એ વિશ્વના સૌથી મોટા ધામક યાત્રાધામોમાંનું એક છે. સાઉદી અરેબિયામાં યોજાતો આ સૌથી મોટો કાર્યક્રમ છે. તે રમઝાન મહિનો સમાપ્ત થયાના બે મહિના અને ૧૦ દિવસ પછી ધુલ હિજાના ઇસ્લામિક મહિના દરમિયાન થાય છે.

(6:31 PM IST)