News of Tuesday, 18th June 2024
પતિએ સેક્સ વર્કરને કરેલા મેસેજ પત્નીની નજરે ચડયા : પતિએ એપલ પર ઠોકી દીધો કેસ
ફોનમાંથી મેસેજ ડિલીટ થઇ ગયા છે, પરંતુ એ જ એપલ આઇડીને કારણે સિંક્રોનાઇઝેશનને કારણે મેસેજ આઇમેક પર જ રહી ગયા છે

ન્યૂયોર્ક તા. ૧૮ એક વ્યક્તિએ એપલ કંપની વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે અને મામલો કોર્ટમાં પહોંચ્યો છે. કેસ દાખલ કરનાર વ્યક્તિની ફરિયાદ છે કે તેની પત્નીને કેટલાક જૂના મેસેજ મળ્યા છે, જે તેણે સેક્સ વર્કરને મોકલ્યા હતા અને બાદમાં ડિલીટ કરી દીધા હતા. એવા અહેવાલ છે કે ‘ડિલીટ' મેસેજ સામે આવ્યા બાદ તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા છે. જોકે, હવે પતિએ એપલ પર ૫ મિલિયન પાઉન્ડનો કેસ કર્યો છે.
ઈંગ્લેન્ડ સ્થિત એક બિઝનેસમેને પરિવારના આઈમેકમાંથી સેક્સ વર્કર ને મેસેજ મોકલ્યા હતા. બાદમાં તેણે આઇફોનમાંથી મેસેજ ડિલીટ કરી દીધા હતા અને તે માનતો હતો કે મેસેજ હંમેશા માટે ડિલીટ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, તેણે સેક્સ વર્કર સાથે વાતચીત કરવા માટે આઈમેસેજનો ઉપયોગ કર્યો હતો. તેનો દાવો છે કે ફોનમાંથી મેસેજ ડિલીટ થઈ ગયા છે, પરંતુ એ જ એપલ આઈડીને કારણે સિંક્રોનાઈઝેશનને કારણે મેસેજ આઈમેક પર જ રહી ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિઝનેસમેન નો દાવો છે કે એપલે યુઝર્સને એ નથી કહ્યું કે એક ડિવાઈસમાંથી મેસેજ ડિલીટ કરવાથી તમામ કનેક્ટેડ ડિવાઈસમાંથી મેસેજ ડિલીટ થઈ જતા નથી. બાદમાં તેની પત્નીને મેસેજ આવ્યા, જેના કારણે તેણે છૂટાછેડા માટે અરજી કરી હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ છૂટાછેડાથી બિઝનેસમેનને ૫ મિલિયન પાઉન્ડથી વધુનું નુકસાન થયું છે.
બિઝનેસમેન કહે છે કે, ‘જો હું તેને (પત્ની) સાથે વધુ તર્કસંગત રીતે વાત કરી શક્યો હોત અને જો તેણીને આટલી ક્રૂર રીતે આ વાતનો અહેસાસ ન થયો હોત, તો કદાચ હું હજી પણ તેની સાથે હોત.' તેણે કહ્યું કે, ‘પત્નીને આ વિશે જાણવાની આ રીત ખૂબ જ ક્રૂર છે.' અહેવાલ છે કે તે તેને સમાન સમસ્યાઓનો સામનો કરનારા લોકો માટે ક્લાસ એક્શન સૂટમાં ફેરવવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
