<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

બોલો, આ ભાઈ જીભ ફુલાવી શકે છે

એક વર્ષ સેચાભાઈ જીભ ફુલાવવાની પ્રેક્‍ટિસ કરી-કરીને ૬.૬૯ ઇંચ એટલે કે લગભગ ૧૭ સેન્‍ટિમીટરનો વ્‍યાસ બનાવે છે

લંડન,તા. ૧૯: બેલ્‍જિયમમાં રહેતા સેચા ફેઇનર નામના ભાઈ પાસે જન્‍મજાત જ એક અનોખી ક્ષમતા છે. તેમની જીભ એવરેજ લોકો કરતાં થોડીક લાંબી છે. જોકે એ લોન્‍ગેસ્‍ટ જીભનો રેકોર્ડ બનાવી શકે એટલી લાંબી પણ નથી. ગયા વર્ષે મિત્રો સાથે આડીઅવળી ચેષ્ટાઓ દરમ્‍યાન તેમને ખ્‍યાલ આવેલો કે તેઓ જીભને ફુલાવી શકે છે. આ બાબતે તેણે ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સનો સંપર્ક કર્યો તો તેમને ખબર પડી કે અમેરિકાના બ્રાયડન મેક્‍લોગ ઓલરેડી સૌથી મોટી જીભ ફુલાવવાનો વિક્રમ ધરાવે છે અને તેમની જીભ ૬.૩ ઇંચ વ્‍યાસ જેટલી પહોળી થાય છે. એક વર્ષ સેચાભાઈ જીભ ફુલાવવાની પ્રેક્‍ટિસ કરી-કરીને ૬.૬૯ ઇંચ એટલે કે લગભગ ૧૭ સેન્‍ટિમીટરનો વ્‍યાસ બનાવે છે. આ સાઇઝ એક ટેનિસ કે ગોલ્‍ફ બોલની સાઇઝ બરાબર થાય.

(10:05 AM IST)