News of Wednesday, 19th June 2024
૨૪ વર્ષ પછી રશિયન પ્રેસીડેન્ટ ઉત્તર કોરિયાની મુલાકાતે : કીમ જોંગે જાતે એરપોર્ટ ઉપર સ્વાગત કર્યુ : ભેટી પડ્યા : ફુલોની લાલ જાજમ પાથરી

૨૪ વર્ષ પછી પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉત્તર કોરિયાના પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બુધવારે વહેલી સવારે ઉત્તર કોરિયા પહોંચ્યા જ્યાં કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર રિસીવ કર્યા બાદ કિમ ત્યાંથી પુતિન સાથે એક જ કારમાં બેસીને રવાના થયા હતા. પુતિને કહ્યું કે બંને દેશો અમેરિકન પ્રતિબંધો હટાવવા માટે એકબીજાને સહયોગ કરવા માંગે છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં એરપોર્ટ પર વિશાળ રેડ કાર્પેટ બિછાવવામાં આવી છે. કિમ રેડ કાર્પેટ પર પુતિનની રાહ જોતા જોવા મળેલ. જેવા પુતિન પોતાના વિમાનની સીડીઓથી નીચે આવે છે, કિમ આગળ વધે છે અને તેમની સાથે હાથ મિલાવે છે ભેટી પડે છે. સત્તાવાર કોરીયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સીએ જણાવ્યુ કે બંનેએ હાથ મિલાવ્યા અને ગળે લગાવ્યા બાદ તેઓ એક સાથે એક જ કારમાં બેસી ગયા અને પ્યોંગયાંગના કુમસુસન સ્ટેટ ગેસ્ટ હાઉસ તરફ ગયા હતા. એજન્સીએ તેમની બેઠકને એક ઐતિહાસિક ઘટના ગણાવી જે બંને દેશોની મિત્રતા અને એકતાની અજેયતા અને ટકાઉપણુ દર્શાવે છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
