News of Wednesday, 19th June 2024
શા કારણોસર ઉત્તર કોરિયામાં કિમ જોંગે કરાવી પુતિનના સ્વાગતની તૈયારી

નવી દિલ્હી: શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 24 વર્ષમાં પ્રથમવાર ઉત્તર કોરિયાની મુલાકાતે છે. પુતિન બુધવારે વહેલી સવારે ઉત્તર કોરિયા પહોંચ્યા હતા જ્યાં કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર રિસીવ કર્યા બાદ કિમ ત્યાંથી પુતિન સાથે એ જ ગાડીમાં બેસીને રવાના થયા હતા. પુતિને સમગ્ર વિશ્વને અને ખાસ કરીને પશ્ચિમી દેશોની ઉંઘ ઉડાડતા કહ્યું કે, બંને દેશો અમેરિકન પ્રતિબંધો હટાવવા માટે એકબીજાને સહયોગ કરવા માગે છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પ્યોંગયાંગ એરપોર્ટ પર પુતિન સાથે મુલાકાત કરી હતી. ઉત્તર કોરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે તેઓએ હાથ મિલાવ્યા અને ગળે મળ્યા અને પછી કિમ ત્યાંથી પુતિન સાથે કારમાં બેસીને તેમને પ્યોંગયાંગના કુમસુસન સ્ટેટ ગેસ્ટ હાઉસ સુધી લઈ ગયા હતા. એજન્સીએ તેમની મુલાકાતને એક ઐતિહાસિક ઘટના ગણાવી છે જે બંને દેશોની મિત્રતા અને એકતાની 'અજેયતા અને સ્થાયિત્વ'ને દર્શાવે છે. ઉત્તર કોરિયા આખી દુનિયાથી અલગ-થલગ રહેનારો દેશ છે જ્યાં પુતિન 24 વર્ષમાં પ્રથમ વખત ગયા છે. વિદેશી નેતાઓ અહીં ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં પુતિનની કોરિયા યાત્રા ખુદ કોરિયા માટે એક મોટો ઈવેન્ટ હતો જેના માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં એરપોર્ટ પર મોટા-મોટા રેડ કાર્પેટ પાથરવામાં આવી રહ્યા છે. કિમ રેડ કાર્પેટ પર ઊભા રહીને પુતિનની રાહ જોતા નજર આવી રહ્યા છે. જેવા પુતિન પોતાના વિમાનની સીડીઓથી નીચે ઉતરે છે કે, કિમ આગળ વધીને તેમની સાથે મિલાવે છે અને પછી બંને નેતા ખૂબ જ ઉષ્માભરી રીતે એકબીજાને ગળે મળે છે. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે, પુતિન અને કિમનો કાફલો મોટી સંખ્યામાં બાઈક પર સવાર સુરક્ષા દળોની વચ્ચેથી આગળ વધી રહ્યો છે. ગગનચુંબી ઈમારતો વચ્ચે પહોળા રસ્તા પરથી પસાર થઈ રહેલા કાફલાનો આ વીડિયો વહેલી સવારનો નજર આવી રહ્યો છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
