<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

સ્પેનમાં 2હજાર વર્ષ જૂની વાઈન મળી આવી

નવી દિલ્હી: સ્પેનમાં 2000 વર્ષ જૂની વાઈન મળી આવી છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે. આ વાઇન દક્ષિણ સ્પેનમાં ખોદકામ દરમિયાન અંત્યેષ્ઠી કળશના ભઠ્ઠામાં મળી આવી છે. આ ઘટના 2019 માં કાર્મોનોમાં એક ઘરની ખોદકામ દરમિયાન બની હતી, ત્યારબાદ કોર્ડોબા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમે તેના પર રિસર્ચ શરૂ કર્યું હતું. હવે સોમવારે રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક જોસ રફેલ અરેબોલાએ જણાવ્યું હતું કે, જ્યારે કળશ ખોલવામાં આવ્યુ ત્યારે અમે ડરી ગયા હતા, આ કળશમાં સ્મશાન અવશેષો, બળેલા હાથીના દાંત અને લગભગ 4.5 લિટર લાલ પ્રવાહી ભઠ્ઠીમાં મળી આવ્યું હતું. ત્યારબાદ ટીમે કળશમાં મળી આવેલી વસ્તુઓની તપાસ કરી. આ કળશમાં જે પ્રવાહી મળ્યું હતું તે દારૂ સિવાય બીજું કંઈ ન હતું. પ્રોફેસરે કહ્યું કેસ આલ્કોહોલ સામાન્ય રીતે બાષ્પીભવન થાય છે, પરંતુ આ જેવું હતું તેવુ જ છે. અમને જે મળ્યું તે શોધવું લગભગ અશક્ય છે. જો કે, વાઇનને એક સીલ દ્વારા સાચવવામાં આવી હતી જેણે તેને બાષ્પીભવન થતું અટકાવ્યું હતું, પરંતુ આને કેવી રીતે બનાવવામાં આવ્યુ તે સ્પષ્ટ નથી. 

(7:18 PM IST)