તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
કોલેસ્ટ્રોલથી પ્રતિ વર્ષ ૪૪ લાખ લોકોના થાય છે મોત
કોલેસ્ટ્રોલને ઘટાડવા માટેના ઉપાય શું છે?

નવી દિલ્હી,તા. ૨૪: શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકે છે. કોલેસ્ટ્રોલ લોહીમાં ભળતો મીણ જેવો પદાર્થ હોય છે. આપણું લિવર ખુદ કોલેસ્ટ્રોલ તૈયાર કરે છે અથવા રોજિંદા ખાનપાનની આદતોના કારણે તે શરીરમાં જમા થઇ જાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કોલેસ્ટ્રોલની જરૂર હોય છે, પરંતુ જયારે તેનું લેવલ વધી જાય તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની સકે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો તેનાથી હૃદયરોગ અથવા સ્ટ્રોક કે હાર્ટ અટેક જેવી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન (WHF) અનુસાર, હાઇ કોલેસ્ટ્રોલના કારણે પ્રતિ વર્ષ ૪.૪ મિલિયન લોકોના મોત થાય છે, જે કુલ મોતના ૭.૮ ટકા છે. અહીં જાણો, કોલેસ્ટ્રોલને ઘટાડવા માટેના ઉપાય શું છે.
FDAઅનુસાર, કેટલીક દવાઓ જેમ કે, સ્ટેટિન કોલેસ્ટ્રોલને ઘટાડવા અથવા તેના નુકસાનને અટકાવવામાં મદદ કરે છે. પરંતુ તમે તમારી જીવનશૈલીમાં આંશિક સુધાર કરીને પણ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે.
તમારાં ભોજનમાં એવી ચીજોનું સેવન નિયંત્રિત માત્રામાં કરો જેમાં મીઠા નો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ભોજનમાં ફળ, શાકભાજી અથવા સાબુત અનાજનો વધુમાં વધુ ઉપયોગ કરો. આ સિવાય એનિમલ ફેટથી પણ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. તેથી લો ફેટવાળી ચીજોનું સેવન કરો. આ સિવાય વજનને કંટ્રોલમાં રાખો.
WHF અનુસાર, કોલેસ્ટ્રોલથી બચવા અને તેને ઘટાડવા માટે સ્મોકિંગથી બચવું જોઇએ. આ સિવાય દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ સુધી એક્સરસાઇઝ કરવી જોઇએ.
રિસર્ચ અનુસાર, કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવા માટે આલ્કોહોલથી દૂર રહેવું જોઇએ. આ સિવાય તણાવથી બચવું જોઇએ. આ સિવાય કોલેસ્ટ્રોલ લેવલની નિયમિત તપાસ કરાવવી પણ અનિવાર્ય છે.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
