તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
કબૂતરોની વસ્તી સાફ કરવા માંગે છે એક શહેરઃ કબૂતરોને મારવા બાબતે લિમ્બર્ગમાં કરાયું હતું મતદાન
જનમત તરફેણમાં આવ્યોઃ પશુ-પક્ષી પ્રેમીઓ દ્વારા આકરી ટીકા

બર્લિંગ તા. ર૪: જર્મનીના એક શહેર લિમ્બર્ગ એન ડેર લાહનમાં કબૂતરોનીમ સંપૂર્ણ વસ્તીને ખતમ કરવા માટે કરાયેલ જનમત સંગ્રહના પરિણામોએ એક નવી ચર્ચા શરૂ કરી છે.
સ્થાનિક મીડીયા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં કરાયેલ આ જનમત સંગ્રહમાં આ શહેરના રહેવાસીઓએ પક્ષીઓને મારી નાખવાની તરફ.ેણમાં મતદાન કર્યું હતું. પશુ-પક્ષી અધિકાર કાર્યકરો આની આકરી ટીકા કરી રહ્યા છે. તો અધિકારીઓ હજુ પણ એ વાત પર વિચાર કરી રહ્યા છે કે જનમત સંગ્રહના પરિણામોના આધાર પર આગળ વધું કે નહિં.
અહીંના રહેવાસીઓ અને વેપારીઓનો દાવો છે કે તેઓ વર્ષોથી કબૂતરોના ચરકથી પરેશાન છે. ગયા વર્ષે નવેમ્બરમાં નગરપાલિકાએ નિર્ણય લીધો હતો કે કબૂતરોને મારવા માટે જાળમાં ફસાવવામાં આવેલ, લાકડી, વાર કરીને કબૂતરોની ગરદન તોડી નાખવામાં આવે. આ નિર્ણયનો પક્ષી કાર્યકરોએ કડક વિરોધ કર્યો હતો અને ત્યાર પછી જનમત સંગ્રહનું આયોજન કરાયું હતું. હવે જનમત સંગ્રહ પણ કબૂતરોને મારવાની તરફેણમાં આવ્યો છે
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
