<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

દરિયામાં સર્ફિંગ કરતી વેળાએ આ જાણીતા અભિનેતા બન્યા હતા શાર્કનો શિકાર

નવી દિલ્હી: ફિલ્મ 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન'માં (Pirates Of The Caribbean)માં જોવા મળેલા હોલિવૂડ ઇન્ટરનેશનલ એક્ટર તમાયો પેરી (Tamayo Perry) નું 49 વર્ષની વયે અવસાન થયું છે. આ ઘટનાથી ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે.મળતી માહિતી મુજબ, 23 જૂને બપોરે અભિનેતા પર હવાઈ આઈલેન્ડના ઓહુ નજીક શાર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અભિનેતાનો એક હાથ અને એક પગ ગાયબ હોવાનું કહેવાય છે. એક ફિલ્મ અભિનેતા હોવાની સાથે, તમાયો પેરી લાઇફગાર્ડ અને સર્ફિંગ ઇન્સ્ટ્રક્ટર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક્ટરના શરીર પર શાર્કના એટેકના નિશાન હતા.
મળતી માહિતી પ્રમાણે, લાઇફગાર્ડ્સ એક્ટર તમાયો પેરીના મૃતદેહને જેટ સ્કીનો ઉપયોગ કરીને કિનારે લાવ્યા હતા. જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે કંઈક એવું થયું કે જેને સાંભળીને ચાહકો પણ ચોંકી જશે. જ્યારે અભિનેતાનો મૃતદેહ મળ્યો ત્યારે તેમનો એક હાથ અને એક પગ ગાયબ હતો. અભિનેતાનો આ હાલતમાં મળેલો મૃતદેહ જોઈને બધા ચોંકી ગયા હતા. 

 

(7:00 PM IST)